SaurashtraGujaratRajkot

પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિયોના વિવાદ વચ્ચે આવ્યા મોટા સમાચાર, જાણીને થઈ જશો ચકિત….

કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને આપવામાં આવેલ વિવાદિત નિવેદન બાદ સતત તેમનો વિરોધ કરવામાં આવ્યો છે. તેમ છતાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા આ ઘટના બાદ બે વખત માફી પણ માંગવામાં આવી છે. તેની સાથે ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલ દ્વારા પણ પરષોત્તમ રૂપાલાને માફી આપવાનું જણાવ્યું હતું. તેમ છતાં તેમના નિવેદન લઈને રાજ્યભરમાં વિવાદ સતત વધ્યો છે. એવામાં હવે આ મામલામાં વધુ એક સમાચાર સામે આવ્યા છે.

જાણકારી મુજબ, સૌરાષ્ટ્ર ભાજપના એવા નેતાઓ પુરુષોત્તમ રૂપાલા વિવાદમાં સંડોવાયેલા છે જે હાલમાં કોઈ હોદ્દા પર રહેલા નથી. આ વિવાદમાં પુરુષોત્તમ રૂપાલા સાથે વર્ષો જૂની અદાવત ધરાવનારા નેતાઓની સંડોવણી હોવાની જાણકારી સામે આવી છે. જાણકારી મળી છે કે, ચાર કે પાંચ નેતાઓ દ્વારા સૌરાષ્ટ્રમાં રૂપાલાના વધતા કદને ધ્યાનમાં રાખી જૂની અદાવતમાં આ વિવાદ ઉભો કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે. રાજપૂત સમાજ દ્વારા રાજકોટ સીટ પરથી રૂપાલાને હટાવવાની માંગ કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે એવી જાણકારી સામે આવી છે કે, ભાજપના મોવડી મંડળને સમગ્ર મામલે રિપોર્ટ સોંપાયો છે. ભાજપ તરફથી સમગ્ર વિવાદની તપાસ પણ કરાઈ છે. પૂર્વ મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્ર ભાજપના કેટલાક નેતાઓ દ્વારા બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું છે. ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટી આ નેતાઓ સામે શિષ્ટાત્મક કાર્યવાહી કરવામાં આવી શકે છે.

તેની સાથે રાજકોટમાં ભાજપના કોર્પોરેટર કેતન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 16 એપ્રિલના રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે જાહેર સભાનું આયોજન કરાયું છે. ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજાશે. જંગી સભા બાદ રૂપાલા ફોર્મ ભરવા જવાના છે. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રૂપાલા ઉમેદવારી નોધાવવાના છે. રાજકોટમાં આશરે 25 હજાર જેટલા કાર્યકરોની હાજરીમાં રૂપાલા રાજકોટથી પોતાની ઉમેદવારી નોધાવાના છે.