રાજકોટના ખંઢેરી સ્ટેડિયમનું નામ બદલાયું, હવે આ દિગ્ગજ ક્રિકેટરના નામે ઓળખાશે
રાજકોટ શહેરમાં આવેલા ખંડેરી સ્ટેડિયમ હાલ ચર્ચાનો વિષય બન્યું છે. કેમકે આ સ્ટેડીયમનું નામ ખુબ જ જલ્દી બદલવામાં આવશે તેને લઈને ચર્ચામાં રહેલ છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આ સ્ટેડિયમનું નામ બદલીને નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ કરવાનો નિર્ણય લેવાયો છે. સ્ટેડિયમના નવા નામકરણની વાત કરીએ તો આ કાર્યક્રમનું આયોજન આગામી 15 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. એવામાં તમે વિચારતા હશો કે, નિરંજન શાહ કોણ છે આવો તો તમને તેમના વિશે અમે જણાવીએ….
નિરંજન શાહ ભૂતપૂર્વ ભારતીય ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર, બિઝનેસમેન અને ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર રહેલ છે. જેમનો જન્મ 4 જૂન 1944 ના થયો હતો. તેની સાથે તે 1965-66 થી 1974-75 સુધી સૌરાષ્ટ્ર માટે તે રમ્યા હતા. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના માનદ સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ સાથે તે નેશનલ ક્રિકેટ એકેડમી બોર્ડના અધ્યક્ષ અને BCCI ની શિસ્ત સમિતિના સભ્ય રહેલા છે.
વધુમાં તમને જણાવી દઈએ કે, તેમના દ્વારા 1972 માં જામ શત્રુસલ્યસિંહજી પાસેથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના માનદ સચિવનું પદ સંભળાવામાં આવ્યું હતું અને ત્યારથી તે આ પદ પર રહેલા છે. ચાર દાયકાના ક્રિકેટ વહીવટમાં નિરંજન શાહ દ્વારા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના માનદ સચિવ, પશ્ચિમ ઝોનમાંથી BCCI ના ઉપપ્રમુખ અને IPL ના વાઇસ પ્રસિડેન્ટ જેવા વિવિધ વહીવટી પદો સંભાળવામાં આવ્યા છે. ઓગસ્ટ 2015 માં બિહાર રાજ્યમાં ક્રિકેટના વહીવટ માટે પાંચ સભ્યોની એડ-હોક સમિતિના અધ્યક્ષ તરીકે તેમની પસંદગી કરાઈ હતી. આ સિવાય તેમના દ્વારા રાજકોટના આ સ્ટેડિયમને ટેસ્ટ સ્થળનો દરજ્જો પ્રાપ્ત થવો અને ડિસેમ્બર 2015 માં ગુજરાતની નવી આઈપીએલ ટીમ બનાવી આ બંને અને ક્રિકેટમાં સૌરાષ્ટ્ર વિસ્તારની પ્રગતિની બાબતોમાં તેમનો મહત્વનો ફાળો રહેલો છે.