GujaratMehsanaNorth Gujarat

અમેરિકા અને કેનેડાની બોર્ડર પર બનેલ દુર્ઘટનાને લઈને સામે આવ્યા મોટા સમાચાર…..

અમેરિકા અને કેનેડાની બોર્ડર પર આવેલ લોરેન્સ નદીમાં બોટ ડૂબી જવાના લીધે એક કરૂણ ઘટના ઘટી હતી. તેમાં ગુજરાતીઓ પણ સવાર રહેલા હતા. આ દુર્ઘટનામાં વીજાપુરનો ચૌધરી પરિવાર મોતને ભેટ્યો છે. એક જ પરિવારના ચારેય લોકોના મૃત્યુ નીપજ્યા છે. ત્યારે કેનેડાથી ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશતા બોટ દુર્ઘટનામાં વધુ બે ગુજરાતીઓ હોવાની આશંકા રહેલી છે. આ દુર્ઘટનામાં હજુ બે લોકો ગુમ છે અને તે પણ ગુજરાતી જ હોવાનું સામે આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, સેન્ટ લોરોન્સ નદીમાં થોડા દિવસ અગાઉ કુલ 8 લોકોના ગેરકાયદેસર અમેરિકા બોર્ડરમાં પ્રવેશતા દરમિયાન કરૂણ મોત નીપજ્યા હતા. 30 માર્ચના રોજ 8 લોકોના મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા હતા. જ્યારે ભોગ બનેલો એક પરિવાર મહેસાણાના વીજાપુરનો વતની હોવાનું સામે આવ્યું હતું. જેમાં માતા-પિતા અને પુત્ર-પુત્રી સહિત ચાર લોકોના મૃતદેહ સેન્ટ લોરેન્સ નદીમાં મળ્યા હતા. તેમ છતાં કેનેડા પોલીસના જણાવ્યા મુજબ હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

કેનેડા અને કોસ્ટગાર્ડના ઓપરેશનમાંથી સામે આવ્યું છે કે, 8 નહિ પરંતું 19 લોકો સેન્ટ લોરેન્સ નદી મારફતે અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેમાં 7 ગુજરાતીઓ હોવાનું સામે આવ્યું છે. જેમાં 4 ગુજરાતીઓના મૃતદેહો મળી આવેલ છે. પરંતું આ દુર્ઘટનામાં વધુ ગુજરાતીઓ માર્યા ગયા હોવાનું સામે આવતા હજુ પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, મહેસાણાના વિજાપુરનો ચૌધરી પરિવાર કેનેડા ફરવા માટે ગયેલો હતો તેમ છતાં આ પરિવાર દ્વારા અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેના માટે તેમના દ્વારા અમેરિકા અને કેનેડાની સરહદ પાસેથી થઈને વહેતી સેન્ટ લોરેન્સ નદીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચૌધરી પરિવારના ચાર સભ્યો સહિત બોટમાં આઠ લોકો સવાર રહેલા હતા. આ બોટ કેનેડાથી અમેરિકા તરફ જઈ રહી હતી તે સમયે બુધવારના અચાનક વાતાવરણ પલટો આવી ગયો અને પવન અને વરસાદ વચ્ચે બોટ ફસાઈ ગઈ હતી. જોત-જોતામાં જ બોટે પલટી ખાધી હતી. જેના લીધે બોટ પર સવાર આઠેય લોકો મોતને ભેટ્યા હતા. જેમાં ચૌધરી પ્રવીણભાઈ વેલજીભાઈ, તેમના પત્ની દક્ષાબેન, દંપતીની 23 વર્ષની દિકરી વિધિ અને 20 વર્ષના પુત્ર મીતનું મોત નીપજ્યું છે. અન્ય ચાર મૃતકો રોમાનિયાના હોવાનું સામે આવ્યું છે.