AhmedabadGujarat

ઇસ્કોન બ્રિજના આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજીને લઈને સામે આવ્યા મોટા સમાચાર

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 20 તારીખની રાત્રીના ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક થાર ગાડી અને ડમ્પરનો અકસ્માત જોવા ઉભા રહેલા લોકોને ફૂલ ઝડપે આવી રહેલી જેગુઆર કાર દ્વારા ૨૨ લોકોને અડફેટે લેવામાં આવતા નવ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. આ અકસ્માત તથ્ય પટેલ દ્વારા સર્જવામાં આવ્યો હતો. જ્યારે આ અકસ્માત બાદ પ્રજ્ઞેશ પટેલ તેના પુત્ર તથ્ય પટેલને પોલીસ સમક્ષ હાજર કરવાને બદલે અન્ય સલામત સ્થળ પર લઇ ગયા હતા. તેની સાથે આ દરમિયાન તેમના દ્વારા ત્યાં રહેલ લોકોને ધમકાવ્યા પણ હતા. આ કારણોસર પ્રજ્ઞેશ પટેલને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. એવામાં પ્રજ્ઞેશ પટેલ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. હવે તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

આજે કોર્ટમાં બંને પક્ષોની દલીલો બાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. મોઢામાં કેન્સરનાં બહાના હેઠળ તથ્યનાં પિતા દ્વારા જામીન માગવામાં આવી હતી. ત્યાર બાદ  કોર્ટમાં સારવારનાં દસ્તાવેજ અને કેન્સરનાં ભાગનો સ્કેચ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી સામે સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી. જેમાં 4 નવેમ્બર 2019 બાદ કોઈ સારવાર લેવામાં આવી નથી. જયારે જેલમાં પણ સારવાર ઉપલબ્ધ રહેલ છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં 19 ઓગસ્ટનાં રોજ ચુકાદો સંભળાવવામાં આવશે.

પ્રજ્ઞેશ પટેલનાં જામીન લઈને પ્રજ્ઞેશ પટેલનાં વકીલ દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, 2019 થી તેમને મોઢાનું કેન્સર રહેલ છે. અગાઉનાં કેસોમાં પણ હાઈકોર્ટે-સેશન્સ કોર્ટ દ્વારા સારવાર માટે રાહત આપવામાં આવી છે. જ્યારે તેમની 23 ઓગસ્ટનાં રોજ એપોઈમેન્ટ પણ રહેલ છે.

સરકારી વકીલે જણાવ્યું હતું એક, 4 નવેમ્બર 2019 બાદ કોઈ સારવાર લેવામાં આવી નથી. વર્ષ 2019 સુધીની સારવારની માત્ર રસીદો પર જ રજૂ કરવામાં આવી છે. સારવાર લીધી કે નહીં તે સ્પષ્ટ નથી. સારવાર અહીં પણ ઉપલબ્ધ રહેલ છે. ઘટના બાદથી રેગ્યુલર જામીન અરજી સુધી કેન્સરનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પોલીસ દ્વારા તથ્ય પટેલ પિતા પ્રજ્ઞેશ પટેલ પર IPC ની કલમ 279, 337, 338, 304, 308, 504, 506 (2) અને ઝડપથી ગાડી ચલાવવા પર મોટર વ્હીકલ એક્ટ હેઠળ 177, 184 તેમજ 134 (B) અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, ઇસ્કોન બ્રીજ પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલ ગોતાના કુખ્યાત પ્રજ્ઞેશ પટેલ દીકરો રહેલ છે. જ્યારે અકસ્માત સર્જાયા બાદ પ્રજ્ઞેશ પટેલ ઘટનાસ્થળ પર પહોંચીને પોલીસ સાથે દાદાગીરી કરી હતી અને તથ્યને છોડાવીને રાત્રે પોતાની સાથે લઇ ગયા હતા. આ સિવાય નવેમ્બર 2020 માં તેમના સામે દુષ્કર્મની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.

જાણકારી મુજબ, રાજકોટની યુવતીને કોર્પોરેટ કંપનીમાં નોકરી અપાવવાનું કહીને અમદાવાદ શહેરના પાંચ યુવક દ્વારા આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ અમદાવાદમાં ખાતે દાખલ કરાવવામાં આવી હતી. આ તમામ યુવતીને પહેલા આબુ અને પછી તેને ઉદેપુર લઈ ગયા હતા. ત્યાં કોલ્ડ્રિંકમાં દારૂ ભેળવી યુવતીને બેભાન કરી યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યાર બાદ યુવતીનો વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.