GujaratAhmedabad

ગુજકેટ પરીક્ષાને લઈને આવ્યા મોટા સમાચાર, શિક્ષણ બોર્ડે કરી મહત્વપૂર્ણ જાહેરાત

ગુજકેટની પરીક્ષાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 12 બાદ લેવામાં આવતી ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ 16 જાન્યુઆરી સુધી તેનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ હવે 22 જાન્યુઆરી સુધી વિધાર્થીઓ આ ફોર્મ ભરી શકશે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ડિગ્રી એન્જિનિયરીંગ, ડિગ્રી, ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા A, B અને AB ગ્રૂપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-2024 ની પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2024 રહેલી હતી. પરંતુ હવે આ તારીખને લંબાવી દેવામાં આવી છે. તેના લીધે વિધાર્થીઓ હવે 22 મી જાન્યુઆરી સુધી આ ફોર્મ ભરી શકશે.

નોંધનીય છે કે, ગુજકેટ 2024 ની પરીક્ષાનું આવેદનપત્ર બોર્ડની વેબસાઈટ www.gseb.org અને gujcet.gseb.org પર વિધાર્થીઓ 22 તારીખ જાન્યુઆરી સુધીમાં ઓનલાઈન ભરી શકશે. જ્યારે ફીની વાત કરવામાં આવે તો આ પરીક્ષા માટે ફી રૂપિયા 350 SBI PAY SYSTEM ના આધારે અથવા SBI BRANCH PAYMENT OPTION ના આધારે દેશની કોઈ પણ SBI બ્રાન્ચમાં જઈને ભરી શકાશે.