ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેમ કે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આવતીકાલના એટલે 31 મે ના રોજ બોર્ડની ઓફીશીયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ પરિણામ જાહેર કરાશે. સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર પણ રિઝલ્ટ પ્રાપ્ત કરી શકશે.
પ્રાપ્ત માહિતી મુજબ, ધોરણ 12 કોમર્સનું પરિણામ આવતીકાલના જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ આતુરતાથી આ પરિણામની રાહ જોઈ રહ્યા હતા. એવામાં આ પરિણામ પછી તેઓ વિવિધ સ્ટ્રીમમાં ડિગ્રી માટે અરજી કરી શકશે. તેની સાથે ધોરણ-10 અને ધોરણ-12 સાયન્સની જેમ આ પરિણામ પણ વોટ્સએપ નંબર પર પ્રાપ્ત કરી શકાશે. વિદ્યાર્થીઓની વાત કરીએ તો તે 6357300971 નંબર પર પોતાનો સીટ નંબર મેસેજ કરીને પોતાનું પરિણામ પ્રાપ્ત કરી શકશે.
તેમ છતાં આ પરિણામ પર બધાની નજર રહેશે. કારણ કે, કોરોનાને લીધે આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ ને અસર પડી શકે છે. ત્યારે ધોરણ 12 કોમર્સનું પરિણામ ઘટશે કે વધશે તેના પર નજર રહેશે.
નોધનીય છે કે, રાજ્યભરના 4.50 લાખ જેટલા અંદાજિત વિદ્યાર્થીઓ દ્ધોવારા રણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપવામાં આવી હતી. આ અગાઉ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે આગામી અઠવાડિયામાં ધોરણ-10 નું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.