AhmedabadGujarat

શ્વાન પાળવા ના શોખીન માટે મોટા સમાચાર, ટૂંક સમયમાં AMC જાહેર કરશે આ નિયમો

અમદાવાદમાં પાળતું શ્વાનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે અમદાવાદમાં પાળતુ શ્વાન રાખો છો તો આગામી દિવસોમાં તમારે તેનું કોર્પોરેશનમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત રહેશે. તેની સાથે કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવેલ નીતિઓનું પણ પાલન કરવું પડશે.

અમદાવાદમાં ઢોર અંકુશ કાયદા બાદ હવે કોર્પોરેશન દ્વારા પાલતું શ્વાનને લઈને પોલીસી બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સૂત્રો મુજબ જાણકારી મળી છે કે, અમદાવાદ મહાનગરપાલિકા પાળતુ શ્વાન ને લઈને એક પોલીસી તૈયાર કરવામાં આવી રહી છે. આ પોલીસીમાં કયા-કયા મુદ્દાઓ સમાવવા તેને લઈને વિચાર કરવામાં આવી રહ્યો છે. પોલિસીને લઈ લોકોમાં રોષ ઉભો ન થાય તે બાબત ની તકેદારી રખાશે.

તેની સાથે અન્ય રાજ્યોના નીતિ નિયમો નો અભ્યાસ કર્યા બાદ આ અંગે પોલીસી તૈયાર કરી તેને મંજૂરી અપાશે. તેમ છતાં આ અંગે હજી છ મહિના જેટલો સમય લાગી જાય તેવી શક્યતા છે. પરંતુ વર્ષ 2024 માં આ પોલીસી ને લાગુ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યારે આ પોલીસીમાં સ્ટ્રીટ ડોગ નું  રજિસ્ટ્રેશન ફરજિયાત થશે તે બાબત નક્કી જ રહેલ છે.અન્ય નિયમો ક્યાં હશે તે જોવાનું રહેશે. તેની સાથે પેટ ડોગ પોલીસી અમલીકરણને શ્વાન રાખનારા લોકો દ્વારા આવકારવામાં આવી રહી છે પરંતુ સાથે રજિસ્ટ્રેશન ફી વ્યાજબી હોવી જોઈએ તેમજ નીતિ નિયમ પાલન થઈ શકે તેવા હોવા જોઈએ તેવી માંગણી કરવામાં આવી રહી છે.