GujaratAhmedabad

ડો. વૈશાલી જોશી આપઘાત કેસમાં મોટા સમાચાર : પોલીસ ઈન્સપેક્ટર બી. કે. ખાચર વિરુદ્ધ નોંધાયો ગુનો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પ્રાંગણમાં મહિલા ડોક્ટર ના આત્મહત્યા કેસ ને મોટા સમાચાર સામે આવ્યા છે. આ મામલામાં ઇકોનોમિક ઓફેન્સ વિંગના પી. આઈ બી. કે. ખાચર વિરુદ્ધ આઈપીસીની કલમ 306 અનુસાર ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ડો. વૈશાલીના વડોદરા ખાતે રહેનાર બહેન કિંજલ પંડ્યા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ખાચર દ્વારા પ્રેમસંબંધ તોડી નાખી માનસિક ત્રાસ આપતા આત્મહત્યા કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. મહત્વની વાત એ છે કે, બે દિવસ પૂર્વે ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા મહીસાગર જઇને પરિવારજનોના નિવેદન દાખલ કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલ દ્વારા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં ગાયકવાડ હવેલી ખાતે આવેલ ક્રાઇમ બ્રાન્ચ કચેરીની આર્થિક ગુના નિવારણ શાખા-EOW ના ગેટ નજીક વૈશાલી જોશીનો ગત 6 તારીખના રોજ મૃતદેહ મળી આવ્યો હતો. વૈશાલી જોશીની ઉંમર 32 વર્ષ રહેલી હતી અને તે ડોક્ટર રહેલ હતી અને શિવરંજની પાસે PG માં રહેતી હતી. ડો. વૈશાલી મહીસાગર જિલ્લાના બાલાસિનોર પાસેના વિરપુર ગામની વતની છે.

તમને જણાવી દઈએ કે, આ યુવતી અને ક્રાઇમ બ્રાન્ચની EOW શાખામાં ફરજ બજાવનાર પી. આઈ. બી. કે. ખાચર છેલ્લા ચાર વર્ષથી એકબીજાના પ્રેમસંબંધ રહેલા હતા. તેમ છતાં પી. આઈ. ખાચર દ્વારા સંબંધો ઓછા કરી નાખવામાં આવ્યા હતા. એવામાં યુવતી વૈશાલી જોશી તેમને મળવા ક્રાઇમ બ્રાન્ચની EOW શાખા આવી હતી અને ત્યાં જ તેના આપઘાત કરી લેવામાં આવ્યો હતો.

સ્યુસાઈડ નોટમાં તેમણે જણાવ્યું હતું કે, “મારી સાથે ઈમોશનલ ગેમ થઈ ગયેલ છે, પરિવાર મને માફ કરજો.” તેની સાથે ડો.વૈશાલી દ્વારા પોતાના મોત મામલે પી. આઈ. ખાચરને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. સ્યુસાઈડ નોટમાં તેમના દ્વારા ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી કે, તેના અંતિમ સંસ્કાર પી. આઈ. ખાચર દ્વારા કરવામાં આવે.