AhmedabadGujarat

વરસાદને લઈને મોટા સમાચાર, અમદાવાદમાં કડાકાભેર વીજળી સાથે આવી શકે છે માવઠું 

ગુજરાત હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. કેમકે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અમદાવાદમાં વરસાદી માહોલ બનવાની શક્યતા રહેલી છે. શહેરમાં આજે પણ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદની એન્ટ્રી થઈ શકે છે. રવિવારના પણ અમદાવાદમાં વરસાદની પધરામણી થઈ હતી. જ્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ ત્રણથી ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં આજે વરસાદ વરસી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે હાલમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં વાવાઝોડું પણ આવી શકે તેવી શક્યતા છે. ગઈ કાલ વરસાદી માહોલ વચ્ચે અમદાવાદમાં મહત્તમ તાપમાન 35. 2 ડિગ્રી સેલ્સિયસ પર રહ્યું હતું. જે સામાન્ય રીતે 6. 1 ડિગ્રી ઓછું રહેલું હતું.

અમદાવાદમાં IMD ની આગાહી અનુસાર, “શહેરમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે. આ દરમિયાન મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ રહે તેવી શક્યતા છે.

IMD દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આણંદ, ખેડા, અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, વડોદરા, મહિસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, નર્મદા, તાપી જેવા વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ-દ્વારકા, જામનગર, રાજકોટમાં વરસાદી માહોલ રહેશે.