તથ્ય પટેલની જામીન અરજી અંગે મોટા સમાચાર, હવે આ તારીખે ચુકાદો
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બેફામ કાર ચલાવીને ૯ લોકોનો જવ લેનાર તથ્ય પટેલની જામીન અરજીનો રાજ્ય સરકારે વિરોધ કર્યો હતો. સરકારે કહ્યું કે ચાર્જશીટ થઈ ગઈ છે પણ હજુ તપાસ ચાલી રહી છે,તથ્ય પટેલે બેદરકારીથી વાહન ચલાવ્યું હતું, ચાર્જશીટ સાથે એફએસએલ રિપોર્ટ રજૂ કરાયો છે. આરોપી ગુનાહિત માનસિકતા ધરાવે છે, મૃતકોની ઉંમર 25 વર્ષથી ઓછી હતી.
ઝાયડસની એક વર્ધીમાં જતી પોલીસે અકસ્માત જોયો અને ત્યાં ગઈ હતી. પોલીસે યોગ્ય તપાસ કર્યા પછી જ ચાર્જશીટ દાખલ કરી છે, બચાવ પક્ષે રજૂ કરેલા ચુકાદાઓ આ કેસમાં લાગુ પડતા નથી. આરોપીને જામીન ન મળવા જોઈએ.પીડિત પક્ષે તથ્ય પટેલની જામીન અરજીનોવિરોધ કર્યો હતો.
તથ્ય પટેલે એવી બેદરકારીથી વાહન ચલાવ્યું કેપોતાનું અને અન્ય લોકોના મોત થઈ શકે છે. લોકોનો જીવ લઈ શકે તેવી સ્પીડ જાણતા હોવા છતાં બેદરકારીથી વાહન ચલાવીને નવ લોકોને કચડી નાખ્યા હતા. નવ લોકો ને ટક્કર માર્યા પછી પણ કારને બ્રેક ન લગાવી હતી.આરોપી વળતર તરીકે પૈસા જમા કરાવવા તૈયાર છે તે હકીકત શું દર્શાવે છે? જો તેઓ વળતર ચૂકવશે તો શું મૃતકો જીવિત થશે?આરોપીને જામીન ન મળવા જોઈએ.