AhmedabadGujarat

ઇસ્કોન બ્રીજ પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી મામલે મોટા સમાચાર, પ્રજ્ઞેશ પટેલને લાગ્યો મોટો ફટકો

ઇસ્કોન બ્રીજ પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલ અને તેના પિતા હાલમાં જેલમાં બંધ રહેલ છે. એવામાં તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ દ્વારા ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં જામીન અરજીને લઇને સુનાવણી આજે હાથ ધરવામાં આવી હતી. કોર્ટ દ્વારા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજીને નકારવામાં આવી છે. પ્રજ્ઞેશ પટેલ દ્વારા કરવામાં આવેલ જામીન અરજીને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.

આ અગાઉ બંને પક્ષ દ્વારા દલીલો ગત સુનાવણીમાં કરવામાં આવી હતી. જેમાં સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, જામીન મળશે તો સાક્ષીઓને હાની પહોંચવાની શક્યતા રહેલી છે અને તેની સાથે પ્રજ્ઞેશ પટેલ દ્વારા આચરવામાં આવેલ અન્ય ગુનાઓની વાત કરવામાં આવી હતી. જ્યારે બચાવ પક્ષ વકીલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, પુત્રને બચાવવા માટે પિતા દ્વારા પોતાની ફરજ નિભાવવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, ઇસ્કોન બ્રીજ પર અકસ્માત સર્જનાત તથ્ય પટેલ ગોતાના કુખ્યાત પ્રજ્ઞેશ પટેલ દીકરો રહેલ છે. જ્યારે અકસ્માત સર્જાયા બાદ પ્રજ્ઞેશ પટેલ ઘટનાસ્થળ પર પહોંચીને પોલીસ સાથે દાદાગીરી કરી હતી અને તથ્યને છોડાવીને રાત્રે પોતાની સાથે લઇ ગયા હતા. આ સિવાય નવેમ્બર 2020 માં તેમના સામે દુષ્કર્મની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.

જાણકારી મુજબ, રાજકોટની યુવતીને કોર્પોરેટ કંપનીમાં નોકરી અપાવવાનું કહીને અમદાવાદ શહેરના પાંચ યુવક દ્વારા આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ અમદાવાદમાં ખાતે દાખલ કરાવવામાં આવી હતી. આ તમામ યુવતીને પહેલા આબુ અને પછી તેને ઉદેપુર લઈ ગયા હતા. ત્યાં કોલ્ડ્રિંકમાં દારૂ ભેળવી યુવતીને બેભાન કરી યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યાર બાદ યુવતીનો વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.