રાજ્યમાં હાલ ડમી કાંડ કેસ હાલ ચર્ચામાં રહેલો છે. ગુજરાતમાં પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર કાંડમાં પોલીસ દ્વારા વિધાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને સાત દિવસના રિમાન્ડ મંજૂર કરાવવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ મામલામાં ડમી કાંડમાં અત્યાર સુધીમાં 14 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 40 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એવામાં આજે યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને તેમના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
ભાવનગર તોડકાંડ બાબતમાં યુવરાજસિંહ જાડેજા પર ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સિવાય તોડ કાંડમાં સંડોવાયેલ બે આરોપીઓને પણ જેલ ભેગા કરવામાં આવશે. યુવરાજસિંહ જાડેજા સાથે સંડોવાયેલા બે આરોપીઓને જેલ હવાલે કરવા આદેશ આપવામાં આવ્યા છે. બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવાને જેલ હવાલે કરવામાં આવ્યા છે. ઘનશ્યામ લાધવાએ જણાવ્યું હતું કે, અમને ન્યાય તંત્ર પર ભરોસો રહેલો છે. પૈસા લીધા હોવાની વાતને અમે પુષ્ટિ કરતા નથી.
તમને જણાવી દઈએ કે, 22 એપ્રિલના યુવરાજસિંહને કોર્ટેમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ પ્રાપ્ત કરવામાં આવ્યા હતાં. ત્યાર બાદ રિમાન્ડ પૂર્ણ થતાં ભાવનગર ફાસ્ટ્રેક કોર્ટેમાં યુવરાજસિંહને રજૂ કરવામાં આવ્યા હતાં અને ફરી રિમાન્ડની માંગ કરવામાં આવતા કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, આ કેસમાં યુવરાજસિંહની ધરપકડ બાદ 22 એપ્રિલના તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે યુવરાજસિંહના 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. તેમની સામે કોર્ટ દ્વારા સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ પોલીસ દ્વારા યુવરાજસિંહ પાસેથી એક કરોડની રિકવરી તેમજ મોબાઈલ ડેટા રિકવર કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.