બિકાનેરમાં ટ્રક અને કાર વચ્ચે ભયાનક અકસ્માતને લઈને સામે આવ્યા મોટા અપડેટ, આ પરિવાર આ કારણોસર ગયો હતો કાશ્મીર
રાજસ્થાનના બિકાનેરમાં ભારતમાલા નેશનલ હાઈવે પર સ્કોર્પિયો આગળ જતી ટ્રકમાં ઘૂસી જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં માંડવીના બે ડોક્ટર દંપતી, તેમની દોઢ વર્ષની પુત્રી સહિત બે પરિવારના પાંચ લોકોના ઘટનાસ્થળ પર કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે હવે આ બાબતમાં વધુ એક જાણકારી સામે આવી છે.
જાણકારી અનુસાર, આ બે પરિવારમાંથી એક પરિવારની દીકરી એક વર્ષની થવાની હોવાથી તેના જન્મ દિવસની ઉજવણી કરવા માટે કાશ્મીર ગયેલા હતા. જ્યારે ઉજવણી કર્યા બાદ રાજસ્થાન તે ગયા હતા. ત્યાં તેમનો અકસ્માત સર્જાયો હતો. તેની સાથે દીકરીનો બર્થડે કાશ્મીરમાં ઉજવ્યો એનો પિતા-પુત્રીના પ્રેમનો વીડિયો પરિવાર દ્વારા ઇન્સ્ટાગ્રામમાં શેર કરવામાં આવ્યો હતો. જ્યારે આ તેમનો અંતિમ વિડીયો પણ બની ગયો હતો.
આ મામલામાં એક નામી ચેનલથી વાતચીત કરતા મૃતક પરિવારના પાડોશી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ડો. પ્રતીક અને તેમનાં પત્ની ડો. હેતલ તેમની પુત્રી નાઈસાના પ્રથમ જન્મ દિવસની ઉજવણી કરવા માટે કાશ્મીર ગયા હતા. આ દરમિયાન પિતા દ્વારા પુત્રીને લાડ લડાવવાનો વિડીયો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો. ત્યાંથી તે રાજસ્થાનમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ગુજરાત પરત આવવાના હતા. પરંતુ તે પહેલા જ તેમનો અકસ્માત સર્જાયો હતો. સમાચાર સાંભળીને સમગ્ર સોસાયટીમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.
રાજસ્થાનના બિકાનેરમાં ભારતમાલા નેશનલ હાઈવે પર સ્કોર્પિયો આગળ જતી ટ્રકમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હોવાનું હતો. આ અકસ્માતમાં ડોક્ટર દંપતી, તેમની દોઢ વર્ષની પુત્રી સહિત બે પરિવારના પાંચ લોકોના ઘટનાસ્થળ પર કરુણ મૃત્યુ નીપજ્યા હતા. આ ડોક્ટર કપલ માંડવીનું હોવાની જાણકારી સામે આવી હતી. નોખા વિસ્તારના રાસીસર ગામ નજીક ભારતમાલા રોડ પર શુક્રવારના સવારે ડોક્ટર પરિવારની સ્કોર્પિયો કાર ટ્રક માં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.
આ મામલામાં માંડવી બ્લોક હેલ્થ ઓફિસના મુખ્ય તબીબ ડો. પાસવા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમારા સહ કર્મચારીઓના આકસ્મિક મૃત્યુથી સ્ટાફ પરિવારમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે. હેતલબેન માંડવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસથી ફરજ પર રહેલા હતા. જ્યારે ડો પ્રતીક નજીકના ગોધરા ગામે પીએચસીમાં ફરજ બજાવી રહ્યા હતા. ડો પ્રતિકના માતા પિતા શિક્ષક રહેલ છે. જ્યારે તેમના એકના એક પુત્રનું અકાળે નિધન થતા તેમના દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. હાલમાં મેડિકલ સ્ટાફના લોકો મદદ માટે પરિવારજનો સાથે રાજસ્થાન ગયેલા છે. તમામ પ્રકારની બનતી સહાય થાય તેવા પ્રયાસો કરવામાં આવશે.