AhmedabadGujarat

બિપોરજોય વાવાઝોડાને લઈને આવ્યા અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, જાણીને ખુશ થઈ જશો….

ગુજરાત પર બિપોરજોય વવાવાઝોડાનું સંકટ ઘેરાયેલું છે. એવામાં વાવાઝોડાને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાવાઝોડું ગુજરાતથી દસ કિલોમીટર દૂર ફંટાયું હોવાના સમાચાર સામે આવ્યા છે. બિપોરજોય વાવાઝોડું દરિયાકાંઠાથી દૂર થઈ ગયું છે. જ્યારે આ વાવાઝોડું પોરબંદરથી 320 કિલોમીટર દૂર રહેલ છે. જ્યારે દેવભૂમિ દ્વારકાથી 290 કિલોમીટર અને જખૌ બંદરથી 320 કિલોમીટર દૂર  રહેલું છે. એવામાં વાવાઝોડાની અસર ગુજરાત પર જોવા પણ મળી રહી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વિજળીના કડાકા સાથે વરસાદી માહોલ બન્યો છે.

એવામાં વાવાઝોડાના લીધે ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીઓને વિવિધ જિલ્લાઓની જવાબદારીઓ સોંપવામાં આવી છે. એનડીઆરએફ અને આર્મીની પણ મદદ લેવાશે. જ્યારે ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પણ આ વાવાઝોડાને અત્યાર સુધીનું સૌથી ભયંકર વાવાઝોડું ગણાવ્યું છે. આ વાવાઝોડામાં પવનની ઝડપ વધુ જોવા મળશે. લોકો દ્વારા પોતાનો જીવ બચાવવા માટે સતર્કતા દાખવવાનું પણ કહેવામાં આવ્યું છે.

તેમ છતાં બિપોરજોય વાવાઝોડાની જૂની ઝડપની સરખામણી હાલ થોડું નબળું પડ્યું છે. તેની ઝડપ 13 જૂનના 150 થી 160 કિમી અને 14 જૂનના 135 થી 145 કિમી રહેવાની છે. જયારે 15 જૂનના ચક્રવાતની ઝડપ 125 થી 135 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ચક્રવાત ગુજરાતના જખૌ બંદર નજીક ટકરાઈ તેવો અંદાજો છે. જ્યારે 15 જૂનની ગુજરાતના દરિયાકાંઠે પહોંચવાનું છે. આ અગાઉ 135-145 કિમી પ્રતિ કલાકથી 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવવાની સાથે ભારે વરસાદ વરસી શકશે.