AhmedabadGujarat

ગુજરાતના શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, શિક્ષણમંત્રીએ કરીએ મોટી જાહેરાત

ગુજરાતમાં શિક્ષકોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો માટે શિક્ષણ વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોની નવા નિયમો હેઠળ જિલ્લા આંતરિક બદલી કેમ્પની જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરાઈ છે. આ અંતર્ગત આગામી 2 જૂનથી 1 જુલાઈ સુધી બદલી કેમ્પનું આયોજન કરાશે. આ બાબતમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર દ્વારા‌ જાહેરાત કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોની નવા બદલી નિયમો અનુસાર જિલ્લા આંતરીક બદલી કેમ્પના પ્રથમ તબક્કાના કાર્યક્રમની જાહેરાત કરી છે. એવામાં લાંબા વિવાદ બાદ બદલી મુદ્દે સરકાર દ્વારા નવા નિયમો જાહેર કરાયા છે. એવામાં પ્રથમ વખત નવા નિયમો આધારે પ્રથમ વખત જિલ્લા આંતરિક બદલી કેમ્પના પ્રથમ તબક્કાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. બે વર્ષની લડત બાદ શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

નોધનીય છે કે, એપ્રિલ 2022 માં સરકારના સુધારા ઠરાવ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. સરકારના નિર્ણય વિરુદ્ધ શિક્ષકો કોર્ટ સુધી પહોંચી ગયા હતા. હાઈકોર્ટમાં 250 થી વધુ પિટીશન કરાઈ હતી. જ્યારે ભરતી પ્રક્રિયા પણ બદલી કેમ્પ મોકુફ રહેવાના લીધે અટકી ગઈ હતી. એવામાં શિક્ષકોની બદલી અંગે શિક્ષક સંઘ દ્વારા સરકાર સાથે છ બેઠકો કરવામાં આવી હતી.