GujaratRajkotSaurashtra

રાજકોટમાં ગાય આડી ઉતરતા બાઈક અથડાઈ પડ્યું: ચાલકનું મૃત્યુ

રાજકોટ શહેરના લોથડા ગામમાં એક યુવકનું બાઈક સ્લીપ ખાઈ જતા મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, લોધીકાના યુવાન સંજય ઉર્ફે ખોડાભાઈ નાગડુકિયા બાઈક લઈને જઈ રહ્યા હતા તે સમયે અચાનક ગાય આડી ઉતરી હતી તેના લીધે તેમનું બાઈક સ્લીપ થઈ ગયું હતું. તેના લીધે તે રસ્તા પટકાયા અને ઘટનાસ્થળ પર જ તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. આ મામલામાં આજી ડેમ પોલીસ દ્વારા સીઆરપીસી 174 મુજબ અકસ્માતનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.

પ્રાથમિક જાણકારી મુજબ, સંજય નામનો યુવક કારખાનામાં મોટર બાંધવાની કામગીરી કરતો હતો. જ્યારે 20 તારીખના રોજ ખાતામાં પગાર આવતા રાત્રીના સમયે તે ખોખડદળ પાસે આવેલ એટીએમમાં રૂપિયા ઉપાડવા માટે ગયો હતો. તે સમયે લોથડા અને ખોખડદળ વચ્ચે રસ્તા ઉપર ગાય આડી આવી જતા તેનું બાઈક સ્લીપ ખાઈ હતી. તેના લીધે તેને માથાના તેમજ શરીરના અન્ય ભાગમાં ઈજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યો હતો.

પોલીસને આપવામાં આવેલ નિવેદનમાં મૃતકના પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સંજય બે ભાઈ અને એક બહેનમાં મોટો ભાઈ રહેલ હતો. તેમજ બે વર્ષ અગાઉ તેના લગ્ન કરવામાં આવ્યા હતા. જ્યારે મૃતકના પિતા હકાભાઇ નાગડુકિયા ખેતી કામ કરીને પરિવારનું ભરણપોષણ કરે છે.