AhmedabadGujaratMadhya Gujarat

લો બોલો.. પરીક્ષા જ નથી આપી એવા બસ કંડકટરને બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિ કરવા બદલ નોટીસ મળી

છેલ્લે કેટલાક સમયથી ગુજરાતમાં બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મામલે આંદોલન ચાલી રહ્યું છે અને સરકારે તેની તપાસ માટે સીટ ની રચના કરી છે. પણ ફરીવાર સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે કેમ કે જેણે આ પરીક્ષા આપી જ નહોતી તેને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નોટિસ મોકલાઈ છે કે તમે પરીક્ષામાં ગેરરીતિ કરી છે. જો કે ઉમેદવારે પરીક્ષા આપી જ નહોતી તે ગેરહાજર રહ્યો હતો.

સાબરકાંઠાના અપૂર્વકુ પટેલને નોટિસ મોકલીને જવાબ મંગાવ્યો છે. ગૌણ સેવાએ પરિક્ષામાં ચોરીનો ખુલાસો માંગ્યો છે. જો કે ઉમેદવાર તો એસટી વિભાગમાં કંડકટર તરીકે ફરજ બજાવે છે અને તેમણે પરીક્ષા આપી જ નથી. અપૂર્વએ કહ્યું કે 17 નવેમ્બરે મારી નોકરી બોટાદ-હિંમતનગર લાઈન પર હતી. બસ રાત્રે 8 વાગ્યે બોટાદ પાછી આવે. તો પછી હું પરીક્ષા કઈ રીતે આપું અને સીસીટીવીમાં મારો ફોટો પણ કઈ રીતે આવે?

તેમને વતનમાં નોટિસ મળી છે. 9 તારીખે સેક્ટર-10 ગાંધીનગર ખાતે પરીક્ષામાં ગેરરીતિ મામલે જો હાજર ન રહે તો ફોજદારી કાર્યવાહીની પણ વાત નોટિસ માં હોવાથી પરિવાર ચિંતામાં ગરકાવ થઇ ગયો છે. કંડકટરની નોકરીને કારણે તે હાજર પણ થઇ શક્યો ન હતો.

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જો તમે કચેરી પર રુબરુ ઉપસ્થિત નહીં રહો તો તમે કશું કહેવા માગતા નથી તેમ માનીને ગંભીર મામલામાં ફોજદારી કાર્યવાહી મુજબ પગલાં લેવામાં આવશે.