AhmedabadGujarat

એક નહીં પણ બે વખત ટકરાશે બિપોરજોય વાવાઝોડું

બિપોરજોય ચક્રવાત આજ રોજ સાંજના સમયે 4થી 8 વાગ્યાની આસપાસ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા જખૌ ખાતે ટકરાશે. હાલ બિપોરજોય ચક્રવાત જખૌથી માત્ર 180 કિલોમીટર જ દૂર છે. દ્વારકાથી 210 કિલોમીટર, પોરબંદરથી 290 કિલોમીટર અને નલિયાથી 210 કિલોમીટર દૂર છે. આ બધા વચ્ચે સૌથી અગત્યની બાબત સામે આવી છે કે, બિપોરજોય ચક્રવાત એક વાર નહિ પણ બે વખત થપાટ મારવાનું છે. જ્યારે બિપોરજોય ચક્રવાત ટકારશે ત્યાર પછી તેના 1-2 લેયર પછી પવનની ગતિ ઓછી થઈ જશે. પરંતુ તે પછી ફરીથી જોરદાર પવન ફૂંકાશે. વાવાઝોડાના 1થી3 લેયરમાં પવનની સ્પીડ ખૂબ જ વધારે હોઇ શકે છે. જે પછીના કેટલાક લેયરમાં પવનની સ્પીડ ઓછી હશે. જે બાદ ફરી ફરતાં-ફરતાં એક એવું ખતરનાક લેયર આવી શકે છે. જેની સ્પીડ અત્યંત વધારે હોઇ શકે છે. ત્યારે આ સમય દરમીયા તો કોઈએ પણ પોતાના ઘરની બહાર નીકળવાની બિલકુલ પણ જરૂર નથી.

મહત્વનું છે કે, વાવાઝોડાનો મુખ્ય ભાગ ટકરાઇ જાય ત્યારપછી પણ તેના પછી આવતા લેયરથી પણ આપણે બચવાની જરૂર છે.વાવાઝોડના અલગ અલગ લેયરની સ્પીડ અલગ અલગ હોઈ શકે છે. વાવાઝોડાની આંખની ગતિ 2 કિલોમીટર, જે પછી 7 કિલોમીટર, 16 કિલોમીટર, 22 કિલોમીટર, 30 કિલોમીટર અને આમ લેયર અનુસાર સ્પીડ વધતાં વધતાં 155 કિલોમીટર પ્રતિ કલાક સુધીની હોઈ શકે છે. જેમ વાવાઝોડું આગળ વધશે તેમ તેમ અલગ અલગ લેયર ટકરતા રહેશે.

તમને જણાવી દઈએ કે, બિપોરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, આ દરમિયાન ટેલિકોમ સેવાઓને પણ ભારે નુકસાન થાય તેવી આશંકાઓ પણ સેવાઈ રહી છે. જણાવી દઈએ કે, અઢી-ત્રણ કલાક સુધી આ વાવાઝોડું ગુજરાતમાં ટકરાતું રહેશે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી રહી છે કે, વાવાઝોડું ટકરાયા પછી પ અઢી-ત્રણ કલાક સુધી દરેકે પોતાના ઘરમાં જ રહેવું.