AhmedabadBjpGujaratPolitics

કર્ણાટકની ચૂંટણી જીતવા ભાજપે ગુજરાતની રણનીતિ અપનાવી!

હાલ ભારતીય જનતા પાર્ટીનું પુરેપુરૂ ધ્યાન કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પર છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા પછી હવે ભાજપ કર્ણાટકમાં પણ પોતાની સત્તા ટકાવી રાખવા માયે એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઉપયોગમાં લેવાયેલા કેટલાક સ્લોગનોને કર્ણાટકના શહેરોમાં લગાવાયા છે. આ સિવાય કર્ણાટકની ચૂંટણીમાં ગુજરાતના નેતાઓ જઈને ત્યાં પ્રચાર પણ કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત ભાજપના નેતાઓ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા જશે. સરકાર અને સંગઠનના 6 દિગ્ગજ નેતાઓ સતત કર્ણાટક ચૂંટણી પ્રવાસમાં હાજર રહેશે. તેમજ ગુજરાત ભાજપના 125 જેટલા આગેવાનો પણ આ 6 મોટા નેતાઓની સાથે કર્ણાટક ચૂંટણી પ્રચાર માટે જવાના છે. 15 એપ્રિલ પછી ભાજપના નેતાઓ કર્ણાટકમાં પ્રચાર માટે જશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. કર્ણાટક ચૂંટણીના સહપ્રભારી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના માથે ખૂબ મોટી જવાબદારી છે. આ સિવાય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગણપત વસાવા, જીતુ વાઘાણી, પ્રદીપસિંહ વાઘેલા, પ્રવીણ માળી, પૂર્ણેશ મોદી સહિતના નેતાઓ પણ કર્ણાટક ચૂંટણી પ્રચારમાં જશે.

તમને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપે જે સ્લોગનો ચલાવ્યા હતા જેવા કે ભરોસાની ભાજપ સરકાર, ડબલ એન્જીનની સરકાર સપના સાકાર જેવા સ્લોગનોનો ઉપયોગ ભાજપે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કર્યો છે
આમ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ગુજરાત મોડલ અપનાવ્યું છે. ગુજરાતમાં ઉપયોગમાં લીધેલા સ્લોગનોને ભાષામાં ભાષાંતર કરી કર્ણાટકમાં ઠેર ઠેર પોસ્ટરો માર્યા છે. તેમજ સોશિયલ મીડિયા પ્રચાર પણ કરી રહ્યા છે.

Related Articles