SaurashtraGujaratJunagadh

ભાજપ નેતા ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધીને લઈને આપ્યું વિવાદિત નિવેદન

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતા જ ગુજરાતમાં દરેક પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એવામાં આજે જૂનાગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારનું વિસાવદર ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તે સમયે ભાજપના નેતા ભૂપત ભાયાણી દ્વારા રાહુલ ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું. તેના લીધે રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, જૂનાગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા નું વિસાવદર ખાતે ના કાર્યાલય નું ગત રોજ ઉદ્ઘાટન કરાયું હતું. ભાજપના નેતા ભુપત ભાયાણી દ્વારા રાહુલ ગાંધી ને ઉદ્દેશીને વાણી વિલાસ કરવામાં આવ્યો હતો. ભૂપત ભાયાણી દ્વારા રાહુલ ગાંધી ને નપુંસક ગણાવવામાં આવ્યા હતા. વિસાવદર મધ્યસ્થ કાર્યાલય ના ઉદ્ઘાટન દરમિયાન તેમના દ્વારા આ વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું. તેને લઈને કોંગ્રેસમાં ભારે રોષ રહેલો છે.

જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ રાજા અને તેમની પટરાણીઓ વિશે આપ્યું વિવાદિત નિવેદન

તેની સાથે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા રાજા અને તેમની પટરાણીઓ વિશે વિવાદિત નિવેદન આપતા આ મામલો ગરમાયો હતો. તેમ છતાં જૂનાગઢમાં રાજા રજવાડાઓ વિશે વિવાદાસ્પદ નિવેદન બાબતમાં પ્રમુખ કિરીટ પટેલ દ્વારા માફી માંગવામાં આવી છે. ગઈકાલના વિસાવદર ખાતે કિરીટ પટેલ દ્વારા વાણીવિલાસ કરવામાં આવ્યો હતો. તેના લીધે મામલો ગરમાયો હતો. જ્યારે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિયોની લાગણી દુભાઈ તેવું નિવેદન આપતા ક્ષત્રિય સમાજમાં નારાજગી રહેલી છે. એવામાં વધુ એક ભાજપના નેતા દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવતા ફરી એક વખત વિવાદ ઉભો થયો છે.