અમદાવાદ: ભાજપના આ દિગ્ગ્જ ધારાસભ્યને કોરોના પોઝિટિવ, એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા
ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં કોરોના ના કેસ દિવસે ને દિવસે વધી રહયા છે ત્યારે મોટા નેતાઓ પણ ઝપેટમાં આવી રહયા છે.મહિના અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ કૂર્ણ પોઝિટિવ હતા ત્યારે આજે ગુજરાત ભાજપના દિગ્ગ્જ નેતા નો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદ ભાજપ શહેર પ્રમુખ અને નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
રિપોર્ટ્સ અનુસાર તેમને બે દિવસથી તાવ આવતો હતો બાદમાં તેમણે ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેમને એપોલો હોપ્સઇટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેમની તબિયત સ્વસ્થ છે તેવું જણાવવામાં આવ્યું છે. ધારાસભ્યના સંપર્કમાં આવેલા લોકોનાં પણ ટેસ્ટ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે.જગદીશ પંચાલે પોતે સ્વસ્થ હોવાનું પણ જણાવ્યું છે.
અગાઉ અમદાવાદમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.ઇમરાન ખેડાવાલા એ SVP હોસ્પિટલમાં જ સારવાર લીધી અને સ્વસ્થ પણ થયા હતા.તેમના રિપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી રજ પાઈ હતી. આ ઉપરાંત કોંગ્રેસના મોટા નેતા બદરુદ્દીન શેખનું કોરોનાને કારણે મોત થયું હતું.