AhmedabadBjpGujaratPolitics

ભાજપના જ સાંસદ મિતેષ પટેલે પોલીસ પર લગાવ્યા મોટા આરોપ

રાજ્યમાં અનેક વખત પોલીસ પર ભ્રષ્ટાચારના આરોપ સામે આવતા રહે છે. જ્યારે આજે આવા જ એક સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર આણંદથી સામે આવ્યા છે. આણંદના ભાજપ સાંસદ મિતેષ પટેલ દ્વારા પોલીસ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આણંદના ભાજપ સાંસદ મિતેષ પટેલ દ્વારા શહેરમાં સરકીટ હાઉસમાં મળેલી પોલીસ સંકલન બેઠકમાં પોલિસ અધિક્ષક પ્રવિણકુમારને રજૂઆત કરી છે કે, આણંદ જિલ્લામાં કેટલાક પોલીસ સ્ટેશનમાં કેટલાક અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. તે બાબતમાં મિતેષ પટેલે જણાવ્યું હતું કે, મને વિશ્વાસ રહેલો છે કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને પોલીસ અધિક્ષક પ્રવીણકુમાર આ મામલામાં સખ્ત પગલા ભરશે. ભાજપના સાંસદ દ્વારા પોલીસ પર ભ્રષ્ટાચારનાં આક્ષેપ કરવામાં આવતા ચકચાર મચી ગયો છે.

ભાજપ સાંસદ મિતેષ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કેટલાક પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ ભ્રષ્ટ રહેલા છે. પરંતુ તેમના દ્વારા કોઈનું નામ આપવામાં આવ્યું નથી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને એસપીને કેટલાક પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ સખ્ત પગલા ભરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. તેની સાથે આ રીતનું ભાજપના સાંસદ દ્વારા આપતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.