AhmedabadBjpGujaratPolitics

ભાજપના રાજ્યસભા સાંસદે ભાજપના જ એક પીઢ નેતા પર કર્યા ગંભીર આક્ષેપ

ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ તેમના જ પક્ષના એક સિનિયર નેતા પર ખૂબ જ મોટા અને ગંભીર આક્ષેપ લગાવતા રાજકારણ ગરમાયુ છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, મારી પાસેથી ભાજપના એક સિનિયર નેતાએ ખૂબ મોટી રકમ લીધી છે અને હવે તે પરત આપી રહ્યા નથી. વ્યવહારિક બાબતે મેં તેમને વર્ષ 2008થી 2011 સુધી ઉછીના રૂપિયા આપ્યા હતા. મેં અનેક વખત તે રૂપિયા પરત માંગ્યા પરંતુ તે પરત આપતા નથી.

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ એક કોમેન્ટ કરતા ગુજરાતના રાજકારમમાં ગરમાવો આવ્યો છે. કૉમેન્ટમાં તેમણે લખ્યું હતું કે, એક ખૂબ જ જૂના અને અબજોપતિ રાજકારણી મારા રૂપિયા મને પરત આપી રહ્યા નથી. તેઓ અબજોપતિ છે તેમ છતાં પણ તેમની નીતિ અને નિયત ખૂબ જ ખરાબ છે. આ નેતા રાજકારણમાં 1980થી સક્રિય થયા હતા અને છેલ્લે ગુજરાતમાંથી જ તેઓ નિવૃત થયા છે.

નોંધનીય છે કે, કોમેન્ટ કર્યા પછી રામભાઈ મોકરિયાએ આ અંગે કહ્યું કે તે મારો અંગત વ્યવહાર છે તે બાબતે કઈ કહેવા જેવું નથી. આ તલ એક પોસ્ટમાં મને એવું લાગ્યુ મેં આ તો લાગતુવળગતુ છે એટલે મેં એક કોમેન્ટ કરી હતી. ઘણા વર્ષોથી એક નેતા પાસેથી મારે પણ ખૂબ મોટી રકમ લેવાની બાકી છે. એટલે મેં આ કમેન્ટમાં લખ્યું હતું. હું પ્રયાસ કરું છું કે મને મારા પૈસા મળી જાય અને આ વાત થાળે પડે.

તેમણે પત્રકારોને જણાવ્યું કે, મારા પૈસા પરત ના પાપનાર નેતા ભાજપના પીઢ નેતામાંના એક છે. મેં તેમની સાથે પૈસાનો જે વ્યવહાર કર્યો છે તેના બધા જ પુરાવા પણ મારી પાસે છે. જરૂર જણાશે તો હું આગામી દિવસોમાં પુરાવા સાથે ખુલાસા કરીશ.