વડોદરામાં દારૂની હેરાફેરી માટે બુટલેગરે અજમાવ્યો નવો કીમિયો, જેને જાણીને આપ થઈ જશો ચકિત…
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો ગુજરાતમાં દારૂ લાવવા માટે અવનવી રીત અપનાવવામાં આવતી હોય છે. જ્યારે આજે વડોદરાથી કંઇક એવા જ સમાચાર સામે આવ્યા છે. વડોદરામાં વિદેશી દારૂની હેરાફેરી માટે બુટલેગર દ્વારા નવો કીમિયો અજમાવવામાં આવ્યો છે. જેમાં દવાના પાર્સલમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું જાણકારી સામે આવતા પોલીસ દોડતી થઈ હતી. પોલીસ દ્વારા આ મામલામાં તપાસ કરીને ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
સમગ્ર ઘટનાને લઈને જણાવી દઈએ કે, બુટલેગર દ્વારા દવાના પાર્સલમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યું હતું. એવામાં કુરિયર કંપનીને પાર્સલ શંકાસ્પદ જણાતા તેમના દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. તેના લીધે પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી અને પાર્સલ ખોલીને જોયું તો તેમાં વિદેશી દારૂની બોટલ જોવા મળી હતી. ત્યાર બાદ બુટલેગરને પકડવા માટે પોલીસ દ્વારા કુરિયર કંપનીના કર્મચારી બનીને બુટલેગર પર વોચ ગોઠવવામાં આવી હતી. ત્યાર બાદ ટેમ્પામાં પાર્સલ લેવા આવેલા બંટી ઘનશ્યામ યાદવની પોલીસ દ્વારા રંગે હાથ ધરપકડ કરી એવામાં હતી. જ્યારે જાણકારી મળી કે, ખાલિદ શેખ નામના વ્યક્તિ દ્વારા પાર્સલ લેવા માટે બંટીને મોકલવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા ખાલિદ શેખ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરીને દારૂના જથ્થાને જપ્ત કરી લેવામાં આવ્યો છે. તેની સાથે ટેમ્પાને પણ પોલીસ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યો છે. હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મુદ્દામાલ જપ્ત કરીને વોન્ટેડ આરોપી ખાલિદ શેખની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમ છતાં એક વાત તો સ્પષ્ટ દારૂની હેરાફેરી માટે બુટલેગરો દ્વારા અવનવી રીત અપનાવવામાં આવે છે. પરંતુ પોલીસ દ્વારા બુટલેગરની આ રીત પર પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હાલમાં આ મામલામાં આરોપીને પકડવાની સાથે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.