AhmedabadGujarat

બોટાદમાં ભુવાના માનસિક ત્રાસથી યુવકે ઝેરી દવા પીને આપઘાતનો કર્યો પ્રયાસ

રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને લઈને અવારનવાર ઘટના સામે આવતી રહેલી છે. જ્યારે આજે આવી જ એક ઘટના બોટાદના ખોડીયારનગરથી સામે આવી છે. આ વિસ્તારમાં રહેનાર યુવક દ્વારા છેલ્લા ઘટના સમયથી ભુવા દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. તેના લીધે કંટાળીને અંતે ઝેરી દવા પીને તેના દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઝેરી દવા પીધા બાદ યુવક ઢળી પડતા તેને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. હાલમાં આ મામલામાં બોટાદ પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

જાણકારી મુજબ, યુવકના લગ્ન ન થતા હોવાના કારણે યુવક દ્વારા લગ્નની વિધિ કરાવવા માટે ભૂવા પાસે ગયેલો હતો. જ્યારે બેલા ગામનાં પરષોત્તમ વાંઝડીયા નામનાં ભૂવા પર યુવક દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, ભૂવા દ્વારા તાંત્રિક વિધિના નામે યુવક પાસેથી રૂપિયા 10 લાખ પડાવવામાં આવ્યા હતા. ભૂવા દ્વારા યુવક પાસેથી વધુ પૈસાની માંગણી કરી સતત ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. તેના લીધે યુવક કંટાળી ગયો હતો અંતે તેને દ્વારા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ મામલામાં યુવક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભૂવાનાં ત્રાસના લીધે આ ઝેરી દવા પીને મેં જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ભૂવા દ્વારા છેલ્લા 9 વર્ષથી મને માનસિક ત્રાસ આપી મારી પાસેથી 10 થી 11 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. તેની સાથે તે એક સોનાની બુટ્ટી તેમજ એક સોનાનો દોરો પણ મારી પાસે લઈને ગયો છે. ભૂવાનાં ત્રાસના લીધે અંતે મેં ઝેરી દવા પી લીધી હતી. પહેલા એ લોકો દ્વારા કહેવામાં આવતું કે, સમાધાન કરાવીશું. પરંતુ તે લોકો આવ્યા નહીં અંતે મેં આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. જ્યારે મારી પાસે તેમના તમામ સબુત રહેલા છે. ભૂવા દ્વારા મરેલા માણસનાં નામે પણ પૈસા પડાવામાં આવે છે.