
રાજ્યમાં સતત ક્રાઇમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. કેમકે ગુનેગારોને જાણે કોઈનો ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. જયારે આજે આવી જ વાત રાજકોટથી સામે આવી છે. રાજકોટમાં લાલપરી નદીમાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી છે. મહિલાની હત્યા તાંત્રિક વિધિ માટે કરવામાં આવી હોવાની પોલીસ તપાસમાં સામે આવ્યું છે. કોઈ તીક્ષ્ણ હથિયાર દ્વારા હત્યા કરી લાશના ટુકડા કરવામાં આવ્યા છે. જ્યારે લાશના ટુકડા બે અલગ-અલગ થેલામાંથી મળી આવેલ છે.
પોલીસને મૃતદેહ જે થેલામાંથી મળ્યો તે થેલામાંથી 4 ભગવાન શિવના લોકેટ પણ મળી આવ્યા છે. DCP સજનસિંહ પરમાર, ACP મનોજ શર્મા સહિત પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. પોલીસ દ્વારા મૃતક મહિલાની ઓળખ મેળવવા તપાસ શરુ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી માહિતી મુજબ, ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ દોડતી થઈ હતી. આ રીતની હત્યાને જોઇને પોલીસ પણ ચકિત થઈ ગઈ હતી. કારણ કે આ ઘટનામાં મૃતક મહિલા કોણ છે તે એક સવાલ છે. તેની સાથે આ મહિલાની હત્યા આ રીતે કોના દ્વારા કરવામાં આવી છે તેને લઈને પણ એક સવાલ છે.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મહિલાની તાંત્રિક વિધિથી હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે પરંતુ આ બાબતમાં હજુ પણ કોઈ ચોક્કસ જાણકારી સામે આવી નથી. બીજી તરફ મૃતદેહને પીએમ અર્થે નજીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ કોઈ જાણકારી સામે આવી શકે છે.
આ પણ વાંચો: કાપ્યા વિના લાલ અને મીઠા તરબૂચને કેવી રીતે ઓળખવું? આ 3 રીતો જાણી લો
આ પણ વાંચો: 27 એપ્રિલથી ચમકશે આ 6 રાશિઓનું ભાગ્ય, ગુરુ આપશે અઢળક લાભ

