રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત અમદાવાદના અડાલજ-ગાંધીનગર હાઈવેથી સામે આવ્યો છે.
અમદાવાદના અડાલજ-ગાંધીનગર હાઈવે પર સ્કૂલ બસનો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં બસના ડ્રાઈવર અને ક્લિનર ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. બંનેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે ક્રેનની મદદથી ડિવાઈડરમાંથી બસને બહાર કાઢવાની કામગીરી શરુ કરવામાં આવી છે.
જાણકારી અનુસાર, અમદાવાદના ઓગણજમાં લાલજી મેહરોત્રા લાયન્સ સ્કૂલની બસનો વિદ્યાર્થીઓને ઉતારીને પરતા સમયે અકસ્માત સર્જાયો હતો. તે સમયે અડાલજ-ગાંધીનગર હાઈવે પર ટ્રકે જોખમી રીતે ઓવરટેક કરવા જતા સમયે બસ ડિવાઈડરમાં ઘૂસીને વૃક્ષ સાથે ટકરાઈ ગઈ હતી. તેમ છતાં એક વાત સારી રહી હતી કે તે સમયે બાળકો બસમાં રહેલા નહોતા. તેના લીધે ભારે દુર્ઘટના સર્જાતા બચી ગઈ હતી.
અકસ્માતની જાણકારી સ્થાનિક લોકો દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. ત્યાર બાદ અકસ્માતમાં બસના ડ્રાઈવર અને ક્લિનરને ઈજાઓ થતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પોલીસ દ્વારા ક્રેનની મદદથી બસને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે અકસ્માતમાં બસને ભારે નુકસાન થયું છે. બસનો આગળના ભાગનો ક્ચ્ચો થઈ ગયો હતો.