GujaratMehsanaNorth Gujarat

હરિયાણામાં કાર અને ટ્રેલર નો અકસ્માત, દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીના ભાણેજ સહિત પાંચ યુવકોનાં મોત

હરિયાણાના ગઝ્ઝર જિલ્લાથી કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં મહેસાણાના ચાર લોકોના મૃત્યુ નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. પાટણના ધિણોજ પાસે આવેલા કમાલપુર, સીતાપુરા અને મહેસાણાના સામેત્રા સહિતના ચાર યુવકો ની કાર લઈને હરિયાણા ગયેલા હતા તે સમયે તેમની કારનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચૌધરી યુવકોના ચાર યુવકોના મૃત્યુ નીપજ્યા હતા. તેની સાથે ચાર યુવકો પૈકી પાર્થિલ ભરતભાઈ ચૌધરી દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી નો ભાણિયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે અકસ્માત થયેલ કાર પણ અશોક ભાઈના ભાઈ નરેશ ભાઈના નામે હોવાનું સામે આવ્યું છે.
જાણકારી મુજબ, પાટણના ચાણસ્મા તાલુકાના ધિણોજ પાસે આવેલા કમાલપુર ગામના જગદીશભાઈ ચૌધરીને ગાયોનો તબેલો છે. એવા, થોડા દિવસ પહેલા જગદીશભાઈ પોતાની પાસે આવેલા સીતાપુરા ગામના બે અને સામેત્રા ના એક મળી ચાર યુવકો ક્રેટા કાર લઈને પંજાબ ના હરિયાણા ખાતે હરિયાણવી ગાયો લેવા માટે ગયેલા હતા. તે દરમિયાન ગુરુવાર ના વહેલી સવાર ના પંજાબ હરિયાણા ના એક્સપ્રેસ હાઈવે પર થી જઈ રહ્યા હતા.
એવામાં બાદલી અને બુપનિયા ગામની વચ્ચે સવારના સમયે વાતાવરણમાં ધુમ્મસના લીધે કાર આગળ જઈ રહેલા ટ્રેલર સાથે ટકરાઈ જતા પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જ્યારે ટ્રેલર સાથે ની જોરદાર ટક્કર લીધે કારમાં સવાર પાંચેય યુવાન ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. જેમાં પાર્થિલ, જગદીશ અને મુકેશ નું ગંભીર ઈજા થતા તેમનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું.
જાણકારી મુજબ, સ્થાનિક યુવક હંસરાજ ને બહાદુરગઢ હોસ્પિટલમાં અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત ભરત કુમારને રોહર્તકની પીજીઆઇ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ત્યાર સારવાર દરમિયાન તેમનું પણ મૃત્યુ નીપજ્યું હતું. ઘટના સ્થળે પહોંચેલી બહાદુરગઢ પોલીસ દ્વારા કારના ગુજરાત પાર્સિંગના રજિસ્ટ્રેશન નંબર આધારે મહેસાણા માં રહેનાર માલિક નું સંપર્ક કરી ને ગમખ્વાર અકસ્માતની જાણ કરવામાં આવી હતી. બીજી તરફ ટ્રેલર ચાલક ટ્રેલર મૂકી ને ફરાર થઈ ગયો હોવાનું સ્થાનિક પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.