AhmedabadGujaratMadhya Gujarat

અમદાવાદ: BRTS કોરીડોરમાં રોંગ સાઈડમાં એક કારે ઓટોમેટિક ગેટને ટક્કર મારી, કમિશનરે કહ્યું ગેટના 1.50 લાખ વસુલવામાં આવશે

અમદાવાદમાં આજે અગિયાર વાગ્યા આસપાસ રાયખંડ ચાર રસ્તા પાસે એક કાર BRTS કોરિડોરમાં ઘુસી ગઈ હતી. એટલું જ નહીં BRTS બસ ગઈ એટેલ તરત આ કાર રોંગ સાઈડમાં આવી હતી. RFID સ્વિંગ ગેટ બંધ થઈ રહ્યો હતો ત્યારે જ કાર ત્યાં આગળ વધી હતી અને ગેટ સાથે જોરદાર ટક્કર થઇ હતી. આ મામલે કારચાલક સામે નોંધવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે વિજય નહેરા એ ટ્વીટ કરીને જણાવ્યું કે ગેટની સમગ્ર રકમ કારચાલક પાસે વસુલવામાં આવશે.

અકસ્માત કરનાર કારચાલક આર્મીમેન કે ex આર્મીમેન હોવાની વિગતો મળી રહી છે.આપને જણાવી દઈએ કે બીઆરટીએસ કોરીડોરમાં અન્ય વાહન ન આવી શકે તે માટે ઓટોમેટિક ગેટ મુકવામાં આવ્યા છે. બસ જતા જ આ ગેટ બંધ થઇ જાય છે જેથી અન્ય વાહન પ્રવેશી શકે નહીં.જો કે છતાં વાહનચાલકો બીઆરટીએસ કોરીડોરમાં વાહન ચલાવી રહયા છે.

આજની ઘટના બાબતે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે બીઆરટીએસ કોરીડોરમાં એક કારચાલક રોંગ સાઈડમાં ઘુસ્યો હતો અને ગેટ બંધ થવા જતો હતો ત્યારે જ કાર ચલાવતા ગેટને નુકસાન પહોચાડ્યું હતું.

અમદાવાદ જનમાર્ગમાં 25 જગ્યાએ આવા ગેટ લગાવવામાં આવ્યા છે. આ ગેટ સેન્સર આધારિત કાર્ય કરે છે.અમદાવાદમાં 300થી વધુ સ્થળે સ્વિંગ ગેટ લગાવવામાં આવશે. ઇમર્જન્સી વાહનો જેવા કે એમ્બુલન્સ, ફાયર બ્રિગેડ, પોલીસ પાસે RFID ટેગ હશે તો જ ગેટ ખૂલશે નહીં તો કોઈને પ્રવેશ મળશે નહીં.