સંબંધોને લાંછન લગાડતો કિસ્સો: ભાઈએ પોતાની જ બહેનને ગર્ભવતીને નવજાત બાળકીને જીવતી જમીનમાં દાટી

સુરત જિલ્લામાં પરિણીત ભાઈએ ભાઈ સંબંધોની મર્યાદા ભૂલીને પોતાની બહેન પર નજર બગાડીને તેની સાથે પ્રેમ સંબંધ બાંધ્યો અને બાદમાં શારીરિક સંબંધ બાંધ્યા પછી બાળક થઈ જતા આબરૂના કારણે પરિવારજનોએ બાળકને જમીનમાં દાટી દેવાની ઘટના સામે આવી છે. કંપાવી દેતી ઘટના સામે આવી છે. હાલ તો આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ભાવનગરના અને હાલ કામરેજ તાલુકાના ઘલા નામના ગામે વસવાટ કરતા કનુભાઇ કાબાભાઇ બારૈયા ખેત મજૂરી કરી પોતાના પરીવારનો ગુજરાન ચલાવે છે. અને તેમને સંતાનોમાં બે પુત્ર અને એક કુંવારી પુત્રી છે. તો તે જ ગામમાં બીજા ખેતર-વાડીમાં તેમના બહેન-બનેવી ખેત મજુરી કરે છે. જેના કારણે બંને પરિવારો એકબીજાના ઘરે આવતા જતા રહેતા હતા. ત્યારે કનુભાઈ ની દીકરીને 26/05/2023 ના બપોરના સમયે પેટમાં દુખાવો ઉપડતા તેને તાત્કાલિક અસરથી કેશ્વર ખાતે આવેલ એક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. જ્યાં તેની સોનોગ્રાફી કરતા માલુમ પડ્યું કે દીકરીને 8 થી 9 મહીનાનો ગર્ભ છે. આ વાત સાંભળતા જ પરીવારજનો હચમચી ગયા હતા.
નોંધનીય છે કે, યુવતીએ બાળકીને જન્મ આપગક છે તે વાતની જાણ થતાં જ મુનેશ તાત્કાલિક યુવતીના ઘરે આવી પહોંચ્યો હતો. કુંવારી દિકરીએ ભાઈ સાથે શારીરિક સંબંધ બાંધીને બાળકીને જન્મ આપ્યો તે ઘટનાથી સમાજમાં આબરૂ જવાના ડરથી નવજાત બાળકીને લઇ મુખ્ય આરોપી મુનેશ, પિડીતાના પિતા અને ફોઈ ત્રણેય જણાએ ઘલા ગામની સીમમાં આવેલી એક ગૌચરવાળી ખુલ્લી જગ્યામાં નવજાત બાળકીને દાટી દીધી હતી. ત્યારબાદ ત્રણેય લોકો રાત્રીના બે વાગ્યાની આજુ બાજુ જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે યુવતીએ બાળકી વિશે પૂછતાં ત્રણેય જણાએ કહ્યું કે ગૌચરવાળી જમીનમાં અમે બાળકીને દાટી આવ્યા છીએ.
તમને જણાવી દઈએ કે, યુવતીના ભાઈ જયવંતને આ સમગ્ર બાબતની જાણ થતાં જ તેણે કામરેજ પોલીસને સમગ્ર હકીકત જણાવી હતી. પોલીસ પણ આ કેસ અંગે જાણીને ચોંકી ઉઠી હતી. કામરેજ મામલતદારની અધ્યક્ષતામાં પોલીસે બાળકીના મૃતદેહને બહાર કાઢીને પેનલ પીએમ કરવવા ખસેડયું હતુ. તેમજ પોલીસે નવજાત બાળકીને જમીનમાં દાટનાર આરોપી મુનેશ, યુવતીના પિતા અને યુવતીના ફોઈ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. અને ત્રણેયની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ચેમ