CrimeIndia

કેન્દ્ર સરકારે મહાદેવ એપ સહિત 22 ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ બ્લોક કરી

ભારત સરકારે ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ મહાદેવ બુક (Mahadev app) સહિત 22 સટ્ટાબાજીના સોફ્ટવેર અને વેબસાઇટ્સને બ્લોક કરી દીધા છે. EDની કાર્યવાહી બાદ કેન્દ્ર સરકારે આ કાર્યવાહી કરી છે.કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે 22 સટ્ટાબાજીની એપ પર પ્રતિબંધ લગાવતો આદેશ જારી કર્યો છે.

સરકારે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તપાસ બાદ કેન્દ્ર દ્વારા બ્લોક કરાયેલા 21 સોફ્ટવેર અને વેબસાઇટ્સમાં ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ મહાદેવ બુક અને રેડ્ડી અન્નાપ્રિસ્ટોપ્રો સામેલ છે.સરકારે કહ્યું કે આ કાર્યવાહી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ સિન્ડિકેટ સામે હાથ ધરવામાં આવેલી તપાસ અને છત્તીસગઢમાં મહાદેવ બુક પરના પછીના દરોડા બાદ કરવામાં આવી છે જેમાં એપના ગેરકાયદેસર સંચાલનનો ખુલાસો થયો હતો.

આ પણ વાંચો: હાઇવે પરથી બસ રેલવે ટ્રેક પર પડી, ચારનાં મોત, 27 ઘાયલ

આ પણ વાંચો: ડેન્ગ્યુનું સૌથી ઘાતક સ્વરૂપ બહાર આવ્યું! તમારા મગજને નષ્ટ કરી શકે છે

સરકારે જણાવ્યું હતું કે, એક આરોપી ભીમ સિંહ યાદવ, જે છત્તીસગઢ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, અને અન્ય શંકાસ્પદ, અસીમ દાસ, કથિત મની લોન્ડરિંગ માટે કસ્ટડીમાં છે.સરકારની આ કાર્યવાહી મની લોન્ડરિંગ કેસમાં એક આરોપીના ED દ્વારા કરવામાં આવેલા દાવા બાદ કરવામાં આવી છે જેમાં મહાદેવ બુકના કથિત માલિકે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર ગંભીર આરોપો લગાવ્યા છે. આરોપી શુભમ સોનીએ દુબઈથી એક વીડિયો સંદેશ જારી કરીને દાવો કર્યો હતો કે તેને સીએમ ભૂપેશ બઘેલ દ્વારા યુએઈ જવા માટે કહેવામાં આવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે રવિવારે એક નિવેદનમાં સંકેત આપ્યો હતો કે છત્તીસગઢ સરકાર ગેરકાયદેસર એપ્સ અને વેબસાઈટને ખૂબ વહેલા બંધ કરી શકી હોત કારણ કે તેની પાસે આવું કરવાની સંપૂર્ણ સત્તા હતી. તેમણે કહ્યું કે છત્તીસગઢ સરકાર પાસે કલમ 69A આઇટી (ઇન્ફોર્મેશન ટેક્નોલોજી) એક્ટ હેઠળ વેબસાઇટ/એપને બંધ કરવાની ભલામણ કરવાની સંપૂર્ણ સત્તા છે. જોકે, તેણે આવું કર્યું ન હતું. હકીકતમાં ED તરફથી પ્રથમ અને એકમાત્ર વિનંતી પ્રાપ્ત થઈ છે અને તેની પ્રક્રિયા કરવામાં આવી છે. છત્તીસગઢ સરકારને આવી જ વિનંતી કરતા કોઈએ રોક્યું નથી.

આ પણ વાંચો: મહિલા અધિકારી ઘરે એકલી હતી, હુમલાખોરો ઘરમાં પ્રવેશ્યા અને હત્યા કરી દીધી