SaurashtraGujaratRajkot

ચાંદીપુરાનો કહેર વધ્યો : નાના બાળકો બાદ હવે 18 વર્ષના યુવાનમાં શંકાસ્પદ જોવા મળ્યા લક્ષણો

રાજ્યમાં હાલ ચાંદીપુરા વાયરસ નો કહેર જોવા મેળો રહ્યો છે. કેમ કે, તેને લઈને સતત કેસો સામે આવી રહ્યા છે. જ્યારે ગુજરાતમાં શનિવારના શંકાસ્પદ ચાંદીપુરા થી વઘુ ચાર બાળકોના મૃત્યુ નીપજ્યા છે. તેની સાથે ચાંદીપુરાથી કુલ મરણાંક હવે 52 પર પહોંચી ગયો છે. આ સાથે રાજકોટમાં આઠ દર્દીઓમાં શંકાસ્પદ વાયરસના લક્ષણો દેખાયા છે.

જાણકારી મુજબ, રાજકોટ સિવિલમાં હાલ કુલ 10 દર્દીઓ સારવાર હેઠળ રહેલા છે તેમાંથી બે દર્દીઓના ચાંદીપુરા વાયરસ ના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. આ સિવાય 18 વર્ષના યુવાનમાં પણ શંકાસ્પદ ચાંદીપુરા ના લક્ષણો સામે આવ્યા છે. હાલમાં યુવાનને રાજકોટ સિવિલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવેલ છે.

તેની સાથે યુવકની તપાસ કરતા જાણકારી સામે આવી છે કે, આ યુવાન વાંકાનેરનો રહેવાસી છે અને તે 20 દિવસ અગાઉ દ્વારકા અને તરણેતર ગયેલો હતો. ચાંદીપુરા વાયરસ માટે હાલમાં સિવિલમાં ખાસ વોર્ડ પણ ઉભો કરાયો છે. જ્યારે 18 વર્ષના યુવાન હાલ સારવાર હેઠળ રહેલો છે.