GandhinagarGujarat

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર : ગાંધીનગરની 15 મહિનાની બાળકીનો મોત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર સર્જ્યો છે. રાજ્યમાં વધતા જતા ચાંદીપુરા વાયરસ ના પ્રકોપે તંત્ર ની ચિંતામાં વધારો કર્યો છે. જાણકારી મુજબ, આ વાયરસના લીધે મહેસાણા ના બાળકનું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે પંચમહાલની એક બાળકીનું વડોદરાની હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું છે. તેની સાથે ગાંધીનગર ની 15 મહિનાની બાળકી નું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થતા કુલ આંકડો 11 પર પહોંચી ગયો છે.

તમને જણાવી દઈએ કે, ડોક્ટરો દ્વારા મૃતકોના સેમ્પલ પૂણે મોકલી મોકલી દેવામાં આવ્યા છે જેનો રિપોર્ટ એક અઠવાડિયામાં આવશે. નોંધનીય છે કે, હાલમાં 16 થી વધુ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ ના કેસ મળી આવેલ છે જેમાં 11 ના મૃત્યુ નીપજ્યા છે.

જાણકારી મુજબ, ભાટ ટોલ ટેક્સ પાસે છાપરા વાસમાં રહેનાર પરિવારની 15 મહિનાની બાળકીને ચાર જુલાઈના રાત્રીના ઝાડા જેવુ લાગતા લક્ષ્મી હોસ્પિટલ દહેગામ ખાતે દેખાડવામાં આવ્યું હતું. ત્યાર બાદ 1  દિવસ માટે દાખલ કરાઈ હતી અને બીજા દિવસે 5 જુલાઇના ડિસ્ચાર્જ કરી દેવામાં આવી હતી. તેમ છતાં ફરીથી ઉલ્ટી શરુ થતા છ જુલાઈ ના ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાઈ હતી અને વાયરલ ચાંદીપુરા ના લક્ષણો જોવા મળતા 15 જુલાઈના બાળકી નું સેમ્પલ NIV PUNE ચાંદીપુરા વાયરસ માટે મોકલી દેવામાં આવ્યું હતું. જ્યારે 16 જુલાઈના રોજ બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે

આ સિવાય મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસ નો વધુ એક કેસ વિજાપુરના ડાભલા ના સડકાપુરા ગામથી સામે આવ્યો છે. તેની સાથે ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. ખેતરમાં રહેનાર પરિવાર ત્રણ વર્ષના બાળકને શંકાસ્પદ ચાંદીપુરા જોવા મળતા હાલમાં વડનગર હોસ્પિટલ ખાતે બાળક સારવાર હેઠળ રહેલ છે. તંત્ર દ્વારા બાળક ના ઘરે અને ગામમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ચાંદીપુરા ના શંકાસ્પદ બે કેસ મળી આવતા વસઈ આરોગ્ય ખાતાના તાબામાં આવતી તમામ શાળાઓમાં એલર્ટ રહેવાની નોટિસો આપવામાં આવી હતી.