AhmedabadGujarat

અમદાવાદના વાતાવરણમાં પલટો, પરોઢિયે આ વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ

ગુજરાતના વાતાવરણમાં છેલ્લા થોડા દિવસો પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં વરસાદી માહોલ બન્યો છે. તેના લીધે ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે. જ્યારે વરસાદની વાત કરીએ તો ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં સૌથી વધુ સવા ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય મહેસાણામાં વરસાદી માહોલ બન્યો છે.

અમદાવાદમાં ગઈ કાલ સાંજથી વાતાવરણ પલટો આવ્યો હતો અને સવારના વહેલા પરોઢિયે વાતાવરણમાં પલટો આવી ગયો હતો. અમદાવાદમાં ગઈ કાલના વેજલપુર,  જીવરાજપાર્ક, વાસણા, ચાંદલોડિયા ગોતા સહિતના વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે વરસાદની એન્ટ્રી થઈ હતી. હવામાન વિભાગ દ્વારા આ સિવાય આગામી 5 દિવસ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સના લીધે રાજ્યમાં વરસાદી માહોલ બન્યો છે.

તેની સાથે ગુજરાતમાં હજુ પણ 4 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે શુક્રવારના રાજ્યના 7 જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અમદાવાદ, પાટણ, મહેસાણા, કચ્છ, રાજકોટ સહિતના જિલ્લામાં વરસાદ વરસ્યો છે. વરસાદના લીધે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ફરી એક વખત ખેડૂતોની કમર તૂટી જશે. જ્યારે બીજી તરફ, અમદાવાદમાં મોડી રાત્રીના વરસાદ વરસ્યો હતો. જયારે સવારના સમયે પશ્ચિમ વિસ્તારમાં વેજલપુર, જીવરાજપાર્ક, શ્યામલ, ચાંદલોડિયા અને ગોતા વિસ્તારોમાં વરસાદી માહોલ બન્યો હતો.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી ત્રણ વરસાદી માહોલ બન્યો રહેશે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં આગામી પાંચ દિવસ કમોસમી વરસાદ વરસશે. રાજ્યના વાતાવરણ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. પ્રથમ મે થી ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય થશે તેવી શક્યતા રહેલી છે. વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે.