Gujarat

શાળામાંથી પરીક્ષા આપીને બાળકો નાહવા જતા થયું એવું કે..

છોટા ઉદેપુર ખાતેથી અત્યંત દુઃખદ ઘટના સામે અવી છે. છોટા ઉદેપુર ખાતેની ડોન બોસ્કો શાળામાંથી 3 વિદ્યાર્થીઓ પરિક્ષા આપી ઘરે જઇ રહ્યા હતા ત્યારે ઓરસંગ નદીના ચેકડેમ પાસે પહોંચયા હતાં. અને ત્રણેય વિદ્યાર્થીઓ નદીમાં નાહવા માટે પડ્યા હતા. તેમાંથી બે વિદ્યાર્થીઓ આગળ ઊંડા પાણીમાં જતા પાણીમાં ડૂબી ગયા હતા. ત્યારે પોતાના મિત્રોને ડૂબતા જોઈને યુવકે ત્રીજા બૂમાબૂમ કરી મુકતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ત્યારે લોકો પેલા 2 બાળકોને બચાવે તે પહેલા જ તેઓ મૃત્યુ પામ્યા હતા. જ્યારે 1 બાળકનો આબાદ બચાવ થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત રોજ છૂટાઉદેપુરની ડોન બોસકો શાળામાંથી 3 બાળકો પરીક્ષા આપીને ઘરે જતી વખતે રસ્તામાં ઓરસંગ નદી પર બનાવવામાં આવેલા ચેકડેમમાં નાહવા માટે ગયા હતા. તેમાંથી બે બાળકો ઊંડા પાણીમાં નાહવા ગયા હતા, જ્યારે એક બાળક છીછરા પાણીમાં જ નાહતો હતો. ઊંડા પાણીમાં નાહવા માટે આગળ ગયેલા 2 બાળકો ડૂબવા લાગતાં છીછરા પાણીમાં નહતા ત્રીજા બાળકે બૂમાબૂમ કરી મુકતા સામે કિનારે ઉભેલો એક વ્યક્તિ આ 2 બાળકોને બચવા માટે દોડ્યો હતો. પણ પરંતુ એ વ્યક્તિ બાળકોને બચાવવા ત્યાં પહોંચે એટલા સમયમાં તો બંને બાળકો પાણીમાં ડૂબી ગયા હતા. ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ત્યારબાદ તે બંને બાળકોને બહાર કાઢવા માટે તરવૈયાઓને બોલાવ્યા હતા. અને તરવૈયાઓએ ચેકડેમના ઊંડા પાણીમાંથી ડૂબી ગયેલા બંને બાળકોની લાશને બહાર કાઢી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે બંને બાળકોની લાશને લઇ જવામાં આવી હતી.

ચેકડેમમાં નાહવા પડેલા બાળકોમાંથી એક બાળક જેનું નામ ધાર્મિક છે તેણે જણાવ્યું હતું કે, શાળાએથી ઘરે જતી વખતે તેના મિત્રોએ નાહવા જવા માટે કહ્યું હતું. મેં ના પાડી તો કહ્યું કે તું બહાર ઉભો રહેજે અમે નાહવા જઈશું. અમે નાહવા ગયા ત્યારે એ લોકો ખૂબ અંદર ગયા અને હું પણ થોડીવાર થોડો અંદર ગયો હતો. ત્યારબાદમાં તે બંને જણા પાણીમાં ડૂબવા લાગતાં મેં બચાવો બચાવોની બૂમો પાડી તો બાજુ માંથી એક ભાઈ મારા મિત્રોને બચાવવા માટે આવ્યા હતા પરંતુ ત્યાં સુધી મારા મિત્રો ડૂબી ગયા હતા. ત્યારે એ ભાઈએ મને બહાર કાઠ્યો હતો.