સુરેન્દ્રનગરમાં 17 વર્ષ બાદ શરૂ થઈ સીટી બસ, માત્ર આટલા રૂપિયામાં શહેરીજનો કરી શકશે મુસાફરી
સુરેન્દ્રનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. કેમકે સુરેન્દ્રનગરના રહેવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે સુરેન્દ્રનગરમાં રાજ્યના પ્રવાસન મંત્રી મુળુ બેરા દ્વારા 28 કરોડના વિકાસના કામા મંજૂર કરવાની સાથે જ આઠ સીટી બસોને ભેટ આપવામાં આવી છે. એવામાં 17 વર્ષ બાદ સુરેન્દ્રનગર વાસીઓને સીટી બસનો લાભ પ્રાપ્ત થશે.
નોંધનીય છે કે, સુરેન્દ્રનગર, વઢવાણ, દૂધરેજ સહિત શહેરોને એક કરીને સંયુક્ત પાલિકા બનાવ્યા પછી સીટી બસ શરૂ કરવામાં આવે તેવી પ્રજા દ્વારા સતત માંગ કરવામાં આવી રહી હતી. એવામાં હવે 17 વર્ષ બાદ સિટી બસ, વઢવાણથી રતનપર, જોરાવરનગર, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોના રૂટને નક્કી કર્યા બાદ સીટી બસને શરુ કરવામાં આવી છે.
તેની સાથે આ સીટી બસને લઈને મોટી જાણકારી સામે આવી છે. શહેરમાં લોકો સાત રૂપિયા ના ભાડાથી મુસાફરી પણ કરી શકશે. તેની સાથે સુરેન્દ્રનગરમાં ચાલતી સીટી બસમાં રક્ષાબંધન સુધી બહેનોને મફત મુસાફરી કરાવવામાં આવશે તેને લઈને પણ સમાચાર સામે આવ્યા છે. એવામાં શહેરીજનો માગ પણ પૂર્ણ લોકો સીટી બસમાં મુસાફરી કરી શકશે.