GujaratAhmedabad

અમદાવાદમાં સામાન્ય બાબતમાં બે જૂથ વચ્ચે ઝઘડો, એકને ઈજા

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે આવી જ એક બાબત ચાંદખેડાથી સામે આવી છે. ચાંદખેડામાં સામાન્ય બાબતમાં યુવકની નાસ્તાની લારી વાળા સાથે ઝઘડો થયો હતો. ત્યાર બાદ ઝઘડામાં યુવક અને તેના મિત્રને માર મારવામાં આવ્યો હતો. તેના લીધે યુવક તેના પિતાને લઈને આવી ગયો, ત્યારે તેમને પણ ગેરેજનું પાનું લઈને મારવા જતા યુવક દ્વારા વચ્ચે પડીને પિતાને બચાવી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ બન્ને જૂથ વચ્ચે જૂથ વચ્ચે ડંડા અને છુટ્ટાહાથની મારામારી થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી. આ મામલામાં ચાંદખેડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ચાંદખેડામાં રહેનાર આદિત્ય દંતાણી નામનો યુવક ગુલદસ્તા બનાવવાનું કામ કરે છે. એવામાં બપોરના સમયે આદિત્ય તેના મિત્ર અભય સાથે ચાલતા-ચાલતા નાસ્તો કરવા માટે ગયેલો હતો. ડમરુ સર્કલ નજીક આવેલી મોરલીની લારી પર છોલે પૂરી ખાવા બન્ને મિત્રો ગયા હતા. જેમાં ડીશ આવતા આદિત્ય જણાવવામાં આવ્યું કે, છત્રીના છાયા નીચે ઉભા રહીને અમારે નાસ્તો કરવો છે. તેના લીધે મોરલી ઉશ્કેરાઈ ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે, તારે તડકે ઊભા રહીને નાસ્તો કરવો હોય તો કરી લે. તેના લીધે આદિત્યે જણાવ્યું કે, તમે ગાળો કેમ બોલો છો તો મોરલી વધુ ઉશ્કેરાઈ ગયો અને કહ્યું કે, અહીંયાથી ટુ જતો રહે નહીં તો માર ખાઈશ.

એવામાં આ ઝઘડો વધુ ઉગ્ર બનતા મોરલીના સગા મનીષ, સુનીલ અને હરીશ કરીને ત્રણ લોકો આવી ગયા  અને આદિત્યને ગડદા-પાટુનો માર મારવામાં આવ્યો હતો. મારમાંથી બચી આદિત્ય ઘરે ચાલ્યો ગયો હતો અને પિતા તથા મિત્રો સાથે સંસ્કાર અર્કેડની નીચે આવેલી લક્ષ્મી ઓટો ગેરેજમાં આવી ગયો હતો. ગેરેજમાં જઈ આદિત્યના પિતાએ જણાવ્યું કે, તમે શા માટે મારા દીકરાને માર માર્યો હતો. તેના મનીષ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને આદિત્યના પિતાને માથામાં પાનુ મારવા જતા તેને આદિત્ય દ્વારા પકડી લેવામાં આવ્યું હતું. ત્યાર પછી હરીશચંદ્ર આદિત્ય સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આજુબાજુના લોકો ભેગા થઈ જતા દુકાનનું શટર બંધ કરી દુકાનમાં ચાલ્યા ગયા હતા. આદિત્યને ઈજા પહોંચતા સારવાર માટે દાખલ કરાયો હતો. જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ચાંદખેડા પોલીસ દ્વારા સમગ્ર મામલામાં ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.