AhmedabadGujarat

ધોરણ-10 નું પરિણામ જાહેર, CM ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવાની સાથે કહી મોટી વાત

ધોરણ-10 બોર્ડના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ નો અંત આવી ગયો છે. આજે ધોરણ-10 બોર્ડનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વખતે ધોરણ-10નું કુલ પરિણામ 64.62 ટકા આવ્યું છે જ્યારે ગયા વર્ષે 65.18% પરિણામ રહ્યું હતું. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની વેબસાઈટ ની વોટ્સએપ દ્વારા રીઝલ્ટ જોઈ શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવવામાં આવ્યું છે કે, તમામ વિદ્યાર્થીઓને હૃદય પૂર્વક અભિનંદન અને ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ. બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીના કારકિર્દીમાં મહત્વનો ભાગ ભજવે. જ્યારે નાપાસ થયા છે તેમને નિરાશ થયા વગર આગળ વધવાની શુભેચ્છા પાઠવું છે.

તમને જણાવી દઈએ કે, શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12 ની પરીક્ષાઓ ના પરિણામ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાહેર કરાશે. વિદ્યાર્થીઓ આ વેબસાઈટ પર જઈને પરિણામ જોઈ શકશે. આ સિવાય વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ પરિણામ જોઈ શકશે. જ્યારે થોડા દિવસ બાદ વિદ્યાર્થીઓ રીસીપ્ટ મેળવી શકશે.

તમને જણાવી દઈએ કે, આ વખતે 958 કેન્દ્ર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષામાં કુલ 7,34,898 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતું. તેનું પરિણામ 64.62% આવ્યું છે. કેન્દ્ર બનાસકાંઠાનું કુભારિયા સૌથી વધુ પરિણામ આવ્યું છે ત્યાનું પરિણામ 95.92% આવ્યું છે. જ્યારે સૌથી નીચું પરિણામ નર્મદાના ઉતાવળી કેન્દ્રનું આવ્યું છે ત્યાં 11.94% આવ્યું છે.

તેની સાથે સુરતમાં 76.45 ટકા પરિણામ આવ્યો છે અને તે સૌથી વધુ પરિણામ ધરાવનાર જિલ્લો પણ રહ્યો છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવનાર જિલ્લો દાહોદ રહ્યો છે ત્યાનું 40.75% પરિણામ આવેલ છે. તેની સાથે 0% પરિણામ મેળવનારી શાળાઓની વાત કરીએ તો આ વખતે 157 શાળામાં 0% પરિણામ આવ્યું છે.