Ajab GajabIndiaNewsRajasthan

ક્લાસમાં શિક્ષકે કર્યું શરમજનક કૃત્ય, વિદ્યાર્થીઓની સામે જ ઉતાર્યા કપડા, રોકવા આવેલ સાહેબોને પણ ડૂચા ભરવા માંડ્યા..

આપણા દેશમાં શિક્ષકને ગુરુનો દરજ્જો મળ્યો છે ત્યારે એક શિક્ષકે આ નામને કલંકિત કર્યું છે.વાસ્તવમાં રાજસ્થાનના ઉદયપુરના બાહુલ્ય કોટડા તાલુકાની એક સરકારી શાળામાં એક શિક્ષકે તમામ વિદ્યાર્થીઓની સામે પોતાના કપડા ઉતારી દીધા અને ત્રણ કલાક સુધી શાળામાં હંગામો મચાવ્યો.આ શિક્ષકનું નામ પીટીઆઈ દેવીલાલ મીના છે.

જ્યારે શાળાના પ્રિન્સિપાલ આલોક શર્મા અને અન્ય શિક્ષકોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે નશામાં ધૂત શિક્ષકે તેમને દાંતથી ડૂચા ભર્યા અને નખ પણ માર્યા.જ્યારે શાળાના સ્ટાફે નશામાં ધૂત શિક્ષકને સમજાવ્યું કે તમારી તબિયત સારી નથી,તમે ઘરે જાવ,તો શિક્ષકે વધુ અપશબ્દો બોલવાનું શરૂ કર્યું.આટલું જ નહીં,આ પછી પીટીઆઈ દેવીલાલે એક પછી એક કપડા ઉતારવાનું શરૂ કર્યું.

માંડવાના SHO ઉત્તમ સિંહે જણાવ્યું કે,માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કલમ 151 હેઠળ પીટીઆઈ દેવીલાલની ધરપકડ કરી.આ પછી તેએમને SDM કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાંથી તેમને ચેતવણી આપ્યા બાદ જામીન પર મુક્ત કરવામાં આવ્યા. ગ્રામજનોનું કહેવું છે કે પીટીઆઈએ ભૂતકાળમાં ઘણી વખત દારૂ પીને હંગામો મચાવ્યો છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે