GujaratAhmedabad

વિશ્વ મહિલા દિવસે ગુજરાતની મહિલા ધારાસભ્યોને CM ભૂપેન્‍દ્ર પટેલે આપી મોટી ભેટ

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસ અવસર પર રાજ્યનાં મહિલા ધારાસભ્યોને ખાસ ભેટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ દ્વારા ધારાસભ્યોને લોકહિતનાં કામો માટે મળતી નિયમિત ગ્રાન્‍ટમાં ૨૦૨૪-૨૫ના વર્ષ માટે મહિલા ધારાસભ્યોને સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્‍ટ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભામાં વિધાયક તરીકે જન પ્રતિનિધિત્વ કરતા મહિલા ધારાસભ્યોને પ્રત્યેક તેમના વિસ્તારોમાં વિકાસના કામો માટે વધારાના સવા કરોડ રૂપિયાની ગ્રાન્‍ટ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલ દ્વારા મહિલા દિવસે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, આ અગાઉ મહિલા દિવસના અવસર પર પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પણ મહિલાઓને મોટી ભેટ આપવામાં આવી હતી. આજથી ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરાયો છે. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આજે ​​ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક પોસ્ટ દ્વારા તેની જાહેરાત કરવામાં આવી છે. આ અગાઉ નરેન્દ્ર મોદી સરકારની કેબિનેટ દ્વારા ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી સિલિન્ડર દીઠ સબસિડી રાહતને એક વર્ષ માટે વધારવાની મંજૂરી આપવામાં આવી છે. આ રાહત 300 રૂપિયા પ્રતિ સિલિન્ડરમાં પ્રાપ્ત થાય છે. તેની સાથે અન્ય લાભાર્થીઓને હવે આજથી 100 રૂપિયા સસ્તું સિલિન્ડર પણ મળશે.