વલસાડના ધમડાચીમાં CM ભુપેન્દ્ર પટેલે ધ્વજવંદન કરીને આપ્યું મોટું નિવેદન
77 માં સ્વાતંત્રતા દિવસની સમગ્ર દેશમાં ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. એવામાં આજે 77 માં સ્વાતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી વલસાડના ધમડાચીમાં કરવામાં આવી હતી. આ દરમિયાન રાજ્યના CM ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. તેની સાથે જ આ દરમિયાન શાનદાર પરેડ પણ યોજવામાં આવી હતી.
સ્વાતંત્ર્ય પર્વ રાજ્યકક્ષાની ઉજવણીના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સંબોધન કરાયું છે. તેમના દ્વારા સંબોધનમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યના લોકો જ રાજ્યની સાચી તાકાત રહેલ છે. તેના લીધે રાજ્યના લોકોના સશક્તિકરણ માટે સરકાર દ્વારા આહાર, આરોગ્ય અને આવાસ એમ ત્રણેય ક્ષેત્રોને અગ્રીમતા આપવામાં આવી છે. જ્યારે વાવાઝોડા દરમિયાન ગુજરાત સરકાર દ્વારા એક લાખથી વધારે લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. વાવાઝોડોનો મક્કમતાપૂર્વક સામનો કરવામાં આવ્યો હતો. બધાના સાથ દ્વારા આ શક્ય બન્યું હતું.
તેની સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પાટણમાં, કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઇ સુરતમાં, ઋષિકેશ પટેલ વડોદરામાં, રાઘવજી પટેલ રાજકોટમાં અને કુંવરજી બાવળીયા અમદાવાદમાં દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેના સિવાય મંત્રીઓ દ્વારા અલગ-અલગ જિલ્લાઓ ધ્વજવંદન કરવામાં આવશે/