GujaratAhmedabad

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે શરૂ કરી `શ્રમિક બસેરા યોજના`, પ્રતિદિન પાંચ રૂપિયામાં શ્રમિકોને મળશે કામચલાઉ આવાસ

ગુજરાત સરકાર એક અનોખી યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યના ચાર મોટા શહેરોમાં માત્ર પાંચ રૂપિયા પ્રતિ દિવસ એટલે કે ૧૫૦ રૂપિયા પ્રતિ માસના ભાડા પર કામચલાઉ આવાસ અપાશે. ગુજરાતમાં બાંધકામના કામમાં લાગેલા મજૂરો માટે આ સારા સમાચાર રહેલા છે. હવે તેમણે રહેવા માટે ભટકવું પડશે નહીં. તેમણે માત્ર પાંચ રૂપિયા પ્રતિ દિવસ ના ભાડા પર કામચલાઉ આવાસ અપાશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુરુવારના લગભગ 15000 બાંધકામ કામદારો માટે અસ્થાયી આવાસ પ્રદાન કરવાની યોજના શરૂ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, ‘શ્રમિક બસેરા’ યોજના માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટ શહેરો માં બાંધકામ ના કામમાં રોકાયેલા મજૂરોને 17 રહેણાંક બાંધકામો નું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ ના જગતપુર વિસ્તારમાં આવી જ એક જગ્યા પર રહેણાંક માળખાના શિલાન્યાસ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. તેમના દ્વારા વર્ચ્યુઅલ રીતે આવા 16 અન્ય રહેણાંક બાંધકામો માટે પાયો નાખવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી પટેલ દ્વારા શ્રમિક બસેરા યોજના માટે પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.

તેની સાથે અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રહેણાંક સુવિધા તૈયાર થઈ ગયા બાદ અંદાજીત 15,000 બાંધકામ કામદારોને આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે. બાંધકામ કામદારોને પ્રતિ વ્યક્તિ પાંચ રૂપિયાના દૈનિક ભાડા પર આવાસ અપાશે. મુખ્યમંત્રી પટેલ દ્વારા તે પણ જણાવવામાં આવ્યું છે કે, આગામી ત્રણ વર્ષમાં અંદાજીત ત્રણ લાખ બાંધકામ શ્રમિકોના લાભ માટે સમગ્ર ગુજરાતમાં આવા વધુ આવાસ કેન્દ્રો બનાવાશે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ પ્રોજેક્ટ પાછળ અંદાજીત 1500 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ સિવાય તેમને જણાવ્યું હતું કે, સરકારના આ પગલાનો ઉદ્દેશ્ય અસંગઠિત ક્ષેત્રના કામદારો અને બાંધકામ કામદારોના જીવનધોરણમાં તેમને ખોરાક, આરોગ્ય, આવાસ અને નાણાકીય સહાય પૂરી પાડીને ગુણાત્મક ફેરફાર લાવવાનો છે.