GujaratMadhya Gujarat

કલેક્ટર ડી. એસ ગઢવીના અશ્લીલ વીડિયો મામલામાં થયો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો

આણંદના કલેક્ટર ડી. એસ. ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ તપાસના આદેશ અપાયા છે. ડી.એસ ગઢવીની ઓફિસમાં સ્પાય કેમેરા લગાડવાની બાબતમાં ગુજરાત ATS ફરિયાદી બનેલ છે. ATS ના PI જે. પી. રોજીયાએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ADM કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી પટેલ, હરેશ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પૂછપરછમાં કારસ્તાન સામે આવતા ત્રણેય સામે ખંડણી, કાવતરુ અને IT એક્ટ હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ આણંદની જનરલ હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને ત્રણેયના મેડિકલ ટેસ્ટ બાદ ત્રણેય આરોપીની ધરપકડ કરાઈ છે. જ્યારે આજે ત્રણેય આરોપીના રિમાન્ડ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

વીડિયો વાયરલ થયા બાદ કલેક્ટર ઓફિસના ત્રણ અધિકારીઓની પૂછપરછ શરુ કરવામાં આવી હતી. જેમાં મહિલા ADM કેતકી વ્યાસ, નાયબ મામતદાર જે.ડી પટેલ સહિત ત્રણ લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં આણંદ કલેક્ટરની ઓફિસમાં સ્પાય કેમેરા લગાવવા બાબતમાં મોટા ખુલાસો થયા હતા. કલેક્ટરની ગેરહાજરીમાં તેમની ઓફિસમાં સ્પાય કેમેરા લગાવવામાં આવ્યા છે. જયેશ પટેલ ઉર્ફે જે.ડી પટેલ દ્વારા તેના મિત્ર હરેશ ચાવડા મારફત ઓનલાઈન ત્રણ સ્પાય કેમેરા મંગાવવામાં આવ્યા હતા. ઓનલાઈન કેમેરા મંગાવી ચેમ્બરમાં મહિલાને મોકલ્યા બાદ સ્પાય કેમેરાથી રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. એક સ્પાય કેમેરો કલેક્ટરની ખુરશીની જમણી દીવાલમાં લગાવવામાં આવ્યો હતો. બીજો કેમેરો ચેમ્બરના ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડમાં લગાવવામાં આવ્યો હતો. જાન્યુઆરીમાં કલેક્ટર સ્પાય કેમેરામાં અશ્લીલ હરકતો કરતા ઝડપાઈ ગયા હતા. આ સમગ્ર ઘટનામાં કલેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, ડી. એસ. ગઢવી મહિલા સાથે આપતિજનક સ્થિતિમાં જોવા મળ્યા હતા. જ્યારે વીડિયો વાયરલ થતા તાત્કાલિક અસરથી આણંદ કલેક્ટર પદ પરથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સમગ્ર બાબતમાં તપાસ સમિતિ પણ નિમવામાં આવી છે જેમાં જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાને કલેક્ટરનો વધારાનો ચાર્જ સોંપાયો છે. ડી.એસ.ગઢવી અને RAC કેતકી વ્યાસના તમામ સ્ટાફને પણ છૂટો કરી દેવામાં આવ્યો હતો. CMO માંથી દરેકનો રિવ્યૂ કરી સફાયો કરવા આદેશ આપવામાં આવ્યા હતા.

તેની સાથે આ મામલામાં બીજી એક બાબત પણ સામે આવી છે. ડી. એસ. ગઢવી અને અધિક નિવાસી કલેક્ટર કેતકી વ્યાસ વચ્ચે છેલ્લા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. બંને અધિકારી વચ્ચે ભાગબટાઈને લઈને પણ વિવાદ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. સમગ્ર મામલો મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી ગયો હતો. ત્યાર બાદ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. કલેક્ટર ઓફિસના અધિકારી મહિલા ADM કેતકી વ્યાસ, નાયબ મામતદાર જે.ડી પટેલ સહિત ત્રણ લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા કેતકી વ્યાસ, જે ડી પટેલ, હરેશ ચાવડા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આયો છે.