GujaratAhmedabad

‘હરખપદુડા’ બોલવા મામલે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ

રાજ્યમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ રહેલો છે. તેના લીધે દરેક પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એવામાં રાજકોટ નાં કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરાઈ છે. તેમાં થોડા સમય પહેલા ક્ષત્રિયો અને પટેલોને હરખપદુડા કહેવા બદલ ભાજપ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીનો આ મામલામાં વીડિયો પણ વાયરલ થયો હતો. ચૂંટણી વિભાગ નાં રિટર્નિંગ ઓફિસર દ્વારા આ સમગ્ર મામલામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, રાજકોટ લોકસભા નાં ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા કોંગ્રેસ ની સભામાં નિવેદન આપવામાં આવ્યું હતું. રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા પાટીદાર અને ક્ષત્રિયો પર કટાક્ષ કરવામાં આવ્યો હતો. પરેશ ધાનાણી દ્વારા ક્ષત્રિય અને પાટીદારોને હરખ પદુડા કહેવામાં આવ્યા હતા. તેની સાથે “1995 માં ભય, ભૂખ અને ભ્રષ્ટ્રાચાર દૂર કરવા ભાજપનું બીજ વાવ્યું” હોવાના પણ ભાજપ પર તેમના દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા.

તેની સાથે આ નિવેદન બાદ વિવાદ ચાલી રહ્યો હતો. આ સાથે ધાનાણી દ્વારા 1995 ને યાદ કરાવ્યો હતો. ધાનાણી દ્વારા પોતાના ભાષણમાં ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના દ્વારા જણાવામાં આવ્યું હતું કે, કોઈ પણ સમાજ બાકી રહ્યા નથી, વારાફરતી બધા નો વારો આવી રહ્યો છે. જાણકારી અનુસાર,. રાજકોટથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી આ દરમિયાન માલધારી સમાજ ના કાર્યક્રમમાં પરંપરાગત ડ્રેસમાં પણ જોવા મળ્યા હતા. તે સમયે તેમના દ્વારા પાટીદારો અને ક્ષત્રિયોને હરખ પદુડા કહીને કટાક્ષ કરવામાં આવ્યો હતો.