મહેસાણાના ખેરાલુમાં રામની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટનામાં 32 શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
મહેસાણાના ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારાને લઈ ખેરાલુ પોલીસ એક્શન મોડ પર આવી ગઈ છે. આ મામલામાં ખેરાલુ પોલીસ દ્વારા 32 શખ્શો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેની સાથે આ ઘટનામાં ખેરાલુ PSI જે. કે. ગઢવી ફરિયાદી બન્યા છે. આરોપીઓ દ્વારા કાવતરૂ રચીને પથ્થરમારો કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેની સાથે ઘાતક હથિયારોથી હુમલો થયાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદી પીએસઆઈ અને અન્ય એક વ્યક્તિને આ ઘટનામાં ઈજા પહોંચી છે.
તેની સાથે 22 જાન્યુઆરીના રોજ એટલે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં સમગ્ર દેશમાં તેને લઈને ઊજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મહેસાણાના ખેરાલુમાં પણ ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા દરમિયાન ખેરાલુ કડીયા બજારમાં શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના ઘટી હતી. શોભાયાત્રા બજારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ધાબા પર રહેલી અમુક મહિલાઓ દ્વારા યાત્રા પર પથ્થરમારો કરાયો હતો. આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. તેમાં કેટલાક લોકો પથ્થરમારો કરતા જોવા મળ્યા છે. જ્યારે આ વિડીયોમાં કેટલીક મહિલાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, મહેસાણાના ખેરાલુમાં પણ ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાબતમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા દરમિયાન ખેરાલુ કડીયા બજારમાં શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બન્યાના સમાચાર સામે આવ્યા હતા. શોભાયાત્રા બજારમાંથી પસાર થઈ રહી હતી તે દરમિયાન ધાબા પર રહેલી અમુક મહિલાઓ દ્વારા યાત્રા પર પથ્થરમારો કરાયો હતો. આ ઘટનાના કેટલાક આશ્ચર્યચકિત વીડિયો પણ સામે આવી ગયા છે. તેમાં કેટલાક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કેટલીક મહિલાઓ દ્વારા પણ પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે.
જાણકારી મુજબ, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની યાત્રા ખેરાલુની કડીયા બજાર વિસ્તારમાંથી જઈ રહી હતી. તે દરમિયાન ધાબા પરથી મહિલાઓ દ્વારા પથ્થરમારો કરાયો હતો. ત્યાર બાદ અનેક યુવાનો દ્વારા પણ યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો.