AhmedabadCongressGujarat

કોંગ્રેસના જયરાજસિંહે RJ ધ્વનિત ને ઉધડો લઈ લીધો, કહ્યું “તું તારુ હાહાહીહી જેવું વેવલાપણું પણ ભૂલી જઈ

ગઈકાલે ઓગણીસ નવેમ્બરે દેશના પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિના દિવસે એફએમ રેડીયો પર RJ ધ્વનિતે કહ્યું હતું કે, જવાહરલાલ નહેરુ અને મહાત્મા ગાંધીના સંગતમાં રહીને પણ ઈન્દિરાજી માંસાહાર ન છોડી શ્યા તે કમનસીબી છે. RJ ધ્વનિતની આ ટિપ્પણી ને લઈને ગુજરાત કોંગ્રેસ આક્રમકઃ મૂડમાં આવી ગઈ અને RJ ધ્વનિતનો ભારે વિરોધ કરાયો અને બાદમાં ધ્વનિતે માફી પણ માંગી તેવી માહિતી મળી રહી છે.

RJ ધ્વનિતની આ ટિપ્પણીને લઈને કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે તો ધ્વનિતને ઉધડો જ લઈ લીધો.જયરાજસિંહે કહ્યું કે,આજે ઓગણીસ નવેમ્બરે ઈન્દિરાજીના જન્મદિને એફએમ રેડીયો પર દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને શહીદ શ્રી ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ ના સંદર્ભે આપે એક વાત કરી કે જવાહરલાલ નહેરુ અને ઇંદીરાજી મહાત્મા ગાંધીના સંગતમા રહીને પણ માંસાહાર ના છોડી શક્યા તે કમનીસીબી છે. હવે આ વાત તમારા મગજની ઉપજ છે કે એક પ્રોફેશનલ રેડીયો જોકી તરીકે લખેલી સ્ક્રિપ્ટ મુજબ વગર વિચારે તમે વાંચી જ નાખ્યું છે એ તો તમે જાણો.

ઇંદીરાજીની જન્મતિથિ એ તેમના આહાર ઉપર ટીપ્પણી કરી તમે અન્ન એવો ઓડકાર કર્યો. આમ તો તમારૂ કામ લોકોને મનોરંજન પુરૂ પાડવાનું છે એટલે તમારા ઐતિહાસિક કે રાજકીય નિવેદનોને ગંભીરતાથી નહીં લેવા જોઈએ અને વિશ્વની સૌથી જૂની અને મોટી રાષ્ટ્રીય પાર્ટીના પ્રવક્તા તરીકે જવાબ આપું એટલું તમારું લેવલ પણ નથી પણ હજારો નાગરિકો અને કાર્યકર્તાઓએ આહત ભાવ સાથે મને જવાબ આપવા મજબુર કર્યો. જો જવાબ નહીં આપીએ તો ઘેટા માનસિકતા ધરાવતા લોકો એક ઘેટાંની પાછળ પાછળ દોડશે જે હીતકારી નહીં લેખાય તેવી સમજ સાથે આ લખું છું.

ધ્વનિત ઈન્દિરાજીના જીવનમાં ફક્ત તને એક જ નકારાત્મક પાસું દેખાયું ??? તને પાકિસ્તાનના બે ટુકડા ના દેખાયા ?? તને ગોવાને ફિરંગીઓ પાસેથી પડાવી લઇ હિંદુસ્તાનમાં ભેળવી દીધું એ ના દેખાયું ??

દુનિયા જેને જાદુગરો અને મદારીઓના દેશ તરીકે ઓળખાતો એવું તારા સાહેબ કહેતા એ દેશને વિશ્વના ફલક પર લાવી દીધો એ તરફ તારી દ્રષ્ટિ કેમ ના ગઈ ??સિક્કિમને ભારત સાથે ભેળવી દીધું એ તું ઇતિહાસમાં ભણ્યો છે કે અહીં ??? કે ત્યાં પણ આમ રખડી જ ખાધું છે ???

સિયાચીનમાં ત્રિરંગો ફરકાવનાર ઇન્દિરા ગાંધી હતા એ ક્યાંથી ખબર હોય ? જવાનીમાં હાહા હીહી સિવાય બીજું કઈ કર્યું લાગતું નથી ભાઈ
ઈન્દિરાજી એ તમામ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું તું એ તો તું દાદાજીને પૂછને ભાઈ.૧૯૭૪ માં અમેરિકા કે રશિયાની લેશ માત્ર પરવા કર્યા વગર પોખરણમાં અણુ ધડાકો કર્યો હતો એ તારા શિક્ષક કે ગુરુજીને પૂછીને તારા જ્ઞાનમાં તો વધારો કર ભઈલા …

ઈન્દિરાજીના શૌર્ય અને સિદ્ધિઓ લખવા બેસું તો તું તારુ હાહાહીહી જેવું વેવલાપણું પણ ભૂલી જઈશ દોસ્ત …એટલે આટલે અટકી જાઉ છું..