ગુજરાતમાં કોરોના નો કહેર: કુલ 2407 કેસ, 103 મોત, અમદાવાદમાં 1501 કેસ
રાજ્યમાં કોરોના ના કેસ દિવસે ને દિવસે વધી રહયા છે.રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 229 કેસ નોંધાયા છે અને 13ના મોત થયા છે. રાજ્યમાં કુલ દર્દી 2407 થઈ ગયા છે અને મૃત્યુઆંક 103 પર પહોંચ્યો છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ એ જણાવ્યું કે આવતી કાલથી સવારે એક જ વાર 24 કલાકના કોરોનાના આંકડા જણાવવામાં આવશે.
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, આજે 135 નવા કેસ આવ્યા છે. અમદાવાદમાં 67, સુરતમાં 51, મહીસાગરમાં 9, છોટાઉદેપુરમાં 4, આણંદમાં 2 અને વડોદરા-બનાસકાંઠામાં 1-1 કેસનો સમાવેશ થાય છે. 8 દર્દીના મોત થયા છે. રાજ્યના 2407 દર્દીમાંથી 13 વેન્ટીલેટર પર છે, 2112ની હાલત સ્થિર છે 103 લોકોના ના મોત થયા છે.
રાજ્ય પોલીસ વડાએ કહ્યું કે લોકડાઉનના સમયમાં જો લોકો ભેગા થશે તો કાર્યવાહી કરવામાં આવશે.રમજાન, હનુમાન જયંતિ, પરશુરામ જયંતિ જેવા તહેવારો આવી રહ્યાં છે. લોકોને ભેગા ન થવા અપીલ છે.ઘરમાં જ રહીને પૂજા અને બંદગી કરવામાં આવે. ધર્મગુરુઓ પણ આ બાબતે લોકોને જાગૃત કરે તેવું રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું હતું.