AhmedabadGujaratMadhya GujaratNorth GujaratSaurashtraSouth GujaratSurat

મોટા સમાચાર: આ તારીખથી અમદાવાદમાં દરરોજ 21000 કેસ અને ગુજરાતમાં દરરોજ 50000 થી વધુ કેસ નોંધાઈ શકે

ગુજરાત સહીત દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર આવી ચુકી છે ત્યારે કેસ ના આંકડા દરરોજ રેકોર્ડ તોડી રહ્યા છે. ગઈકાલે ગુજરાતમાં ૫૩૦૦ થી વધુ કેસ નોંધાયા હતા. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં કોરોના ના કેસ ખુબ જ વધી રહ્યા છે ત્યારે એક સ્ટડી એ ચિંતા વધારી દીધી છે.ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ અને ઈન્ડિયન સ્ટેટેસ્ટિકલ ઈન્સ્ટિટ્યૂટ બેંગાલુરુએ દેશમાં વધી રહેલા કોરોના અને ઓમિક્રોનના કેસો અંગે અભ્યાસ કર્યો છે.

આ અભ્યાસ મુજબ કોરોના ના કેસ વધવાની હાલની ગતિ જોતાં 25 જાન્યુઆરી બાદ ગુજરાતમાં દરરોજ 50 હજારથી વધુ અને અમદાવાદમાં 21 હજારથી વધુ કેસ નોંધાઈ શકે છે. જોકે રાજ્યમાં ટેસ્ટિંગની સંખ્યા પર આ આંકડો આધાર રાખે છે.IISc અને ISIના સંશોધનકારો એ આ રીપોર્ટ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગને આપી દીધો છે.

રાજ્ય સરકારના સિનિયર ડૉક્ટરો પણ કહી ચુક્યા છે કે કોરોના ના કેસ વધતા કહી શકાય કે આગામી 15 જાન્યુઆરી પછી અમદાવાદમાં 6 હજારથી વધુ કેસ આવી શકે છે અને 25થી 30 જાન્યુઆરી ના સમયગાળામાં કોરોનાનો પીક આવી શકે છે.આ સમયમાં કોરોના ના કેસ ખુબ જ આવશે અને પછી ધીમે ધીમે ઘટવાની શરૂઆત થશે. માર્ચ મહિનાની શરૂઆતમાં કેસ ખુબ જ ઘટી જશે તેવું પણ કહેવાય રહ્યું છે.

રાજ્યમાં હાલ વધતા કેસ જોઇને લોકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે.નવા વેરિયન્ટ ઓમિક્રોન ના કેસ પણ સામે આવી રહ્યા છે.ઓમીક્રોન ના મોટાભાગના દર્દીઓએ કોરોનાની રસી લીધી હતી છતાં ચેપ લાગવો એ પણ લોકોની ચિંતા વધારે છે. અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં દાખલ કોરોના ના તમામ દર્દીઓ એ રસી લીધી હતી. એક દર્દી એવા છે જેમણે રસીના બન્ને ડોઝ લીધા હતા છતાં તેઓ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.