Gujarat

ગુજરાતમાં અહી 5 વર્ષ પહેલા બનેલી હોટેલનું નામ રાખ્યું હતું “કોરોના”,હાલ બની ગયું છે સેલ્ફી પોઈન્ટ,

આખી દુનિયા ભયંકર કોરોના વાયરસનો સામનો કરી રહી છે. કોરોના વાયરસના નામે લોકોના મગજમાં ગભરાટનું વાતાવરણ સર્જાઇ રહ્યું છે. જોકે, એ જાણીને નવાઈ લાગશે કે કોરોના વર્ષ 2015 માં આપણા જ બનાસકાંઠા જીલ્લામાં આવી ગયો હતો.

ખરેખર,તમને જણાવી દઈએ કે બનાસકાંઠા, ગુજરાત માં એક હોટલ અસ્તિત્વમાં છે. તેનું નામ ‘હોટેલ કોરોના’ છે. બનાસકાંઠામાં રાજસ્થાન બોર્ડર પર અમીરગઢ માં કોરોના નામની એક હોટલ જોઇને લોકો ચોંકી ગયા છે. બનાસકાંઠાની સરહદ પર હોટલ કોરોનાની શરૂઆત વર્ષ 2015 માં થઈ હતી.

જો કે, આ હોટલ હાલમાં લોકડાઉનને કારણે બંધ છે. પરંતુ કોરોના નામના કારણે હવે લોકો હોટલની સામે ઉભા છે અને હોટલ સાથે તેમની તસવીરો લઈ રહ્યા છે. લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલી આ હોટલ હવે સેલ્ફી પોઇન્ટ બની ગઈ છે. હોટલ કોરોના શરૂ કરનાર બરકતભાઇ ઉત્તર ગુજરાતના સિદ્ધપુરના રહેવાસી છે.

રકતભાઇએ આજ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 2015 માં આ હોટલ શરૂ કરતી વખતે, નામ શું હતું, તેનો વિચાર આવ્યો હતો. પછી તેને ઉર્દૂમાં કોરોના શબ્દ યાદ આવ્યો. ઉર્દૂમાં, કોરોનાનો અર્થ છે સ્ટાર ગેલેક્સી. તેમનું કહેવું છે કે જ્યારે પણ લોકો લોકડાઉનની પરિસ્થિતિમાં રાજસ્થાનના જોધપુર, પાલી જતા આ મોટા હાઈવે પરથી પસાર થાય છે, ત્યારે લોકો આ કોરોના હોટલને જોઇને ચોક્કસ ચોંકી જાય છે.

કોરોના વાયરસ આખી દુનિયામાં રોગચાળા તરીકે ફેલાયો છે. દરમિયાન, બરકતભાઇ કહે છે કે પહેલા લોકો તેને હાઇવે હોટલની જેમ જોતા હતા. જો કે, કોરોના રોગ પછી પણ લોકો અહીં ઉભા રહે છે. અને હોટલના બોર્ડ સાથે પોતાની સેલ્ફી લે છે.