Gujarathealth

કોરોનાથી બચવા સરકારનું હાસ્યાસ્પદ સૂચન : દિવસે ભોજન બાદ સૂવું નહીં, મંત્રનો જાપ કરવો

ભારતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. રવિવારે વધુ 5 કેસ નોંધાયા છે, ત્યારબાદ દેશમાં હવે કોરોના વાયરસના 39 કેસ નોંધાયા છે. રવિવારે કેરળમાં 5 દર્દીઓના ટેસ્ટ પોઝિટિવ મળી આવ્યા છે. આ સિવાય ચેન્નાઈમાં પણ દર્દીનો કેસ પોઝિટિવ જોવા મળ્યો હતો.ગુજરાતમાં પણ શંકાસ્પદ કેસ બાદ ટેસ્ટ કરાયા હતા પરંતુ પોંઝોટિવ કેસ કોઈનો આવ્યો નથી. ભારત સરકારે અને ગુજરાત સરકારે કોરોના થી બચવા માટે એડવાઈઝરી જાહેર કરી છે જેમાં કોરોના વાયરસ વિષે માહિતી અપાઈ છે અને તેનાથી બચવાના ઉપાયો જણાવ્યા છે.

હાલ સોશિયલ મીડિયામાં લોકો અવનવા નુસ્ખા લખતા હોય છે કે આવું કરો તો કોરોના નો નાશ થઇ જશે, તેવું કરો તો નાશ થઇ જશે. લોકો તો ઠીક ગુજરાત સરકારની વેબસાઈટ પર પણ કોરોનાથી બચવા માટે હાસ્યાસ્પદ સૂચન કરાયું છે. સૌપ્રથમ તો વેબસાઈટ પર આયુર્વેદ પધ્ધતિ દ્દારા કોરોનથી બચવાના ઉપાયો જણાવ્યા છે. જેમાં લખ્યું છે કે,તુલસીના બે ચમચી રસ માં બે મરીનો પાવડર નાખી સવાર સાંજ લેવું. સૂંઠ ૧ ચમચી અને નાગરમોથ ૧ ચમચી (અથવા સૂંઠ ૨ ચમચી)ને ૧૦ ગ્લાસ પાણીમાં ઘીમા તાપે ઉકાળી ૫ ગ્લાસ રહે ત્યારે ગાળવું. જરુરીયાત મુજબ નવસેકું પીવું. સલાઇ ગુગળ ૫૦ ગ્રામ, ઘોડાવજ – ૧૦ ગ્રા.,સરસવ – ૧૦ ગ્રા. ,લીમડાના પાન – ૧૦ ગ્રા. અને ગાયના ઘી – ૨૦ ગ્રા. મિશ્રણ બનાવી એક ચમચીનો ઇલેક્ટ્રીકલ ધૂપેલીયા અથવા ગાયના સૂકાયેલા છાણામાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ધૂપ કરવો.

પછી આહારની સૂચના આપી છે.જેમ કે, ઘરનો સાત્વિક, સુપાચ્ય , હળવો ગરમ ખોરાક લેવો. વાસી ખોરાક,આથાવાળી વસ્તુ, મેંદાની બનાવટ, દહીં, દુધની બનાવટ, જંકફૂડ,ઠંડા પીણા અને ફ્રીજનું પાણી લેવા નહી. વિરુધ્ધ આહારનું સેવન ના કરવું. તેમજ ફ્રીજમાં રાખેલી કોઇપણ વસ્તુઓ ના ખાવી. મગ, મસૂર, ચણા અને કળથીનો ગરમ સૂપ પીવો.શાકભાજીમાં કારેલા, પરવળ, કાચા મૂળા, દુધી, કોળુ, સરગવો ,આદુ ,હળદર , લસણ અને ફુદીનો લેવા.

પચવામાં ભારે તથા ચિકણા શાકભાજી ના ખાવા.ફળમાં પપૈયા,દાડીમ, આમળા જેવા ફળ લેવા.પાણી અડધુ ઉકાળીને હુંફાળુ જ પીવું અથવા સૂંઠ નાખી ઉકાળેલુ પાણી લેવું.ઇંડા તેમજ માંસાહારનો ત્યાગ કરવો.

આ બધું તો ઠીક લોકોએ આહારમાં ધ્યાન રાખવું જોઈએ અને પૌષ્ટિક આહાર લેવો જોઈએ પણ સરકારે અન્ય એક સુચનમાં લખ્યું છે કે, દિવસે ખાસ કરીને જમીને સુવુ નહી. તેમજ રાત્રે મોડે સુધી જાગવું નહી. વિષ્ણુસહસ્ત્ર મંત્રનો અથવા અન્ય મંત્રોનો જાપ કરવાનું પણ કહેવામાં આવ્યું છે.જો તમને સાચું ન લાગે તો તમે ખુદ ગુજરાત સરકારની ayush ની વેબસાઈટ પર જઈને તપાસ કરી શકો છો.